Not Set/ દુનિયાના તાકાતવાર દેશોમાં ભારત છઠ્ઠા ક્રમાંકે, ઇઝરાયેલ કરતાં પણ આગળ

વોશિંગ્ટન, અમેરિકાના વિદેશનીતિ સાથે જોડાયેલ એક ટોચના મેગેઝિને વર્ષ ૨૦૧૭ના દુનિયાના ૮ સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ભારતને છઠ્ઠો ક્રમ આપ્યો છે. આ યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાને યથાવત છે. જ્યારે બીજા ક્રમે ચીન અને જાપાનને સંયુક્ત સ્થાન આપવામાં આવ્યુ છે. યાદીમાં ચોથા ક્રમે રશિયા અને પાંચમા ક્રમે જર્મની છે. ભારત છઠ્ઠા અને સાતમા ક્રમે ઈરાન છે. […]

India

વોશિંગ્ટન,

અમેરિકાના વિદેશનીતિ સાથે જોડાયેલ એક ટોચના મેગેઝિને વર્ષ ૨૦૧૭ના દુનિયાના ૮ સૌથી શક્તિશાળી દેશોની યાદીમાં ભારતને છઠ્ઠો ક્રમ આપ્યો છે. આ યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાને યથાવત છે. જ્યારે બીજા ક્રમે ચીન અને જાપાનને સંયુક્ત સ્થાન આપવામાં આવ્યુ છે. યાદીમાં ચોથા ક્રમે રશિયા અને પાંચમા ક્રમે જર્મની છે. ભારત છઠ્ઠા અને સાતમા ક્રમે ઈરાન છે. જ્યારે ઈઝરાયલને આઠમો ક્રમ અપાયો છે.

ધ અમેરિકન ઈન ઈન્ટરેસ્ટ નામના મેગેઝિને આઠ ટોચના શક્તિશાળી દેશોના પોતાના વાર્ષિક રીપોર્ટમાં જણાવ્યુ છે કે, જાપાનની જેમ ભારતને પણ વિશ્વના શક્તિશાળી દેશોમાં હંમેશા નજર અંદાજ કરવામાં આવ્યુ છે. પરંતુ વૈશ્વિક મંચ પર ભારતનું સ્થાન દુર્લભ અને ઉલ્લેખનીય છે.

મેગેઝિને જણાવ્યુ છે કે, ભારત દુનિયાનો સૌથી મોટો લોકશાહી દેશ છે. જ્યાં દુનિયામાં બીજા ક્રમે સૌથી વધુ અંગ્રેજી બોલતા લોકો વસે છે. સાથે જ ભારત એક વિવિધતાથી ભરેલ સૌથી ઝડપથી આગળ વધી રહેલ આર્થિક તાકાત છે.

મેગેઝિને જણાવ્યુ છે કે, વૈશ્વિક રાજકીય પરીપેક્ષમાં જાવામાં આવે તો ચીન, જાપાન અને અમેરિકા સહિતના તમામ દેશો પોતાના એશિયાઈ સુરક્ષા ઢાંચાને મજબુત કરવા માટે ભારત સાથે સહયોગ વધારવા ઉત્સુક છે. તેમજ યુરોપિયન સંઘ અને રશિયા આકર્ષક વેપાર અને રક્ષા સમજુતિ માટે ભારત તરફ આશા ભરેલી નજરે જોઈ રહ્યા છે. રીપોર્ટમાં વધુમાં જણાવાયુ છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આર્થિક સુધારાઓના આધુનિકીકરણ સાથે ભારત પોતાની તાકાતમાં પણ વધારો કરી રહ્યુ છે.  નોટબંધી બાદ ઉભી થયેલી આર્થિક કટોકટી અને પાકિસ્તાન તરફથી સતત હુમલાનો ભય છતા ભારત મજબુતીથી આગળ વધી રહ્યું છે.