Not Set/ પાકિસ્તાન પર નજર રાખવા માટે ભારત યુ.એસ.ને મદદ કરે : નિકી હેલી

સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં અમેરિકાના રાજદૂત નિકી હેલીએ જણાવ્યુ હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને આપવામાં આવી રહેલ સમર્થન પ્રત્યે કડક વલણ અપનાવ્યુ છે. જેથી તેઓ હવે પાકિસ્તાન પર સીધી નજર રાખવા માટે ભારતની મદદ લેવા અંગે વિચારી રહ્યા છે. અફઘાનિસ્તાન અને દક્ષિણ એશિયા મુદ્દે ટ્રમ્પની રણનીતિનો ઉલ્લેખ કરતા હેલીએ જણાવ્યુ હતું કે, આ રણનીતિમાં ભારતની […]

World
5807d02ff117d.image પાકિસ્તાન પર નજર રાખવા માટે ભારત યુ.એસ.ને મદદ કરે : નિકી હેલી

સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં અમેરિકાના રાજદૂત નિકી હેલીએ જણાવ્યુ હતું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન દ્વારા આતંકવાદીઓને આપવામાં આવી રહેલ સમર્થન પ્રત્યે કડક વલણ અપનાવ્યુ છે. જેથી તેઓ હવે પાકિસ્તાન પર સીધી નજર રાખવા માટે ભારતની મદદ લેવા અંગે વિચારી રહ્યા છે.

અફઘાનિસ્તાન અને દક્ષિણ એશિયા મુદ્દે ટ્રમ્પની રણનીતિનો ઉલ્લેખ કરતા હેલીએ જણાવ્યુ હતું કે, આ રણનીતિમાં ભારતની ભૂમિકા ખૂબ જ મહત્વની છે અમે ભારત સાથે મળીને આ તમામ સમસ્યાનો ઉકેલ લાવવા માંગીએ છીએ. નિક્કી હેલીએ જણાવ્યુ હતું કે અફઘાનિસ્તાન અને દક્ષિણ એશિયામાં અમેરિકા આતંકવાદને સુરક્ષિત આશરો આપનાર તમામ તાકતને ખતમ કરવા માંગે છે. સાથે જ પરમાણુ હથિયારોને આતંકવાદની પહોંચથી દૂર રાખવાની ઈચ્છા છે. આ લક્ષ્યને પૂર્ણ કરવા માટે અમારી રાષ્ટ્રીય કૂટનીતિ કામે લગાડવામાં આવી છે.

અમેરિકા-ભારત મંત્રી પરિષદ દ્વારા આયોજિત એક કાર્યક્રમને સંબોધતા નિક્કી હેલીએ જણાવ્યુ હતું કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના આતંકીઓને સમર્થન આપનાર વ્યક્તિઓ સામે કડક વલણ અપનાવ્યુ છે. તેમણે જણાવ્યુ હતું કે અમેરિકા અને અફઘાનિસ્તાન ખાસ કરીને આર્થિક સહયોગ વધારવા માંગે છે અને તેમાં અમે ભારતની ભૂમિકા અંગે પણ વિચારી રહ્યા છીએ. તેમણે જણાવ્યુ હતું કે અફઘાનિસ્તાન સમસ્યાનુ કાયમી સમાધાન ભારતની ભૂમિકા વિના શક્ય નથી. કારણકે ભારત આ વિસ્તારમાં અફઘાનિસ્તાનનો સૌથી મહત્વનો પડોશી અને ભાગીદાર છે.