Elon Musk/ પ્રથમ વાર સામે આવી એલન મસ્કના જોડિયા બાળકોની તસવીરો, વર્ષ 2021માં થયો હતો બાળકોનો જન્મ

ટેસ્લાના CEO એલન મસ્કના જોડિયા બાળકોને જન્મ આપનાર શિવોન જિલિસે વર્ષ 2021માં આ બાળકોને જન્મ આપ્યો હતો.

World
Elon Musk પ્રથમ વાર સામે આવી એલન મસ્કના જોડિયા બાળકોની તસવીરો, વર્ષ 2021માં થયો હતો બાળકોનો જન્મ

દુનિયાના સૌથી અમીર શખ્સ અને ટેસ્લાના CEO એલન મસ્ક તેમના વ્યવસાયની સાથે સાથે પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં રહે છે. ફરી એકવાર તે તેના જોડિયા બાળકોને લઈને ચર્ચામાં છે. એલન મસ્ક તેના જોડિયા બાળકો અને આ બાળકોની માતા શિવોન જિલિસની તસવીર પ્રથમ વખત સામે આવી છે. એલન મસ્કની બાયોગ્રાફી લખી રહેલા લેખક વોલ્ટર ઈસાકસને સોશિયલ મીડિયા પર બે તસવીરો શેર કરી છે.

Elon Musk 1 પ્રથમ વાર સામે આવી એલન મસ્કના જોડિયા બાળકોની તસવીરો, વર્ષ 2021માં થયો હતો બાળકોનો જન્મ

જોડિયા બાળકો સાથે તસવીર

ઈસાકસન દ્વારા શેર કરવામાં આવેલી તસવીરમાં જોઇ શકાય છે કે, એલન મસ્ક સોફા પર બેઠેલી જોવા મળી રહી છે. આ દરમિયાન તેના ખોળામાં એક બાળક પણ છે. શિવોન જિલિસ તેની પાસે એક બાળક સાથે બેઠી છે. બીજી તસવીરમાં એક બાળક એક મોટા રોબોટને જોઈ રહ્યો છે અને તેની પાછળ એલન મસ્ક ઉભો છે. ઈસાકસને કહ્યું કે, આ બંને તસવીરો જ્યારે બાળકો 16 મહિનાના હતા ત્યારે લેવામાં આવી હતી. એલન મસ્કના જીવનચરિત્રમાંથી કેટલાક પ્રકાશિત અવતરણો સૂચવે છે કે તસવીરો ટેક્સાસ સ્થિત ઓસ્ટિન શિવોનના ઘરે લેવામાં આવી હતી.

Elon Musk.jpg 01 પ્રથમ વાર સામે આવી એલન મસ્કના જોડિયા બાળકોની તસવીરો, વર્ષ 2021માં થયો હતો બાળકોનો જન્મ

બંને બાળકોનો જન્મ વર્ષ 2021માં થયો હતો

ટેસ્લાના CEO એલન મસ્કના જોડિયા બાળકોને જન્મ આપનાર શિવોન જિલિસે વર્ષ 2021માં આ બાળકોને જન્મ આપ્યો હતો. જોડિયા બાળકોનો જન્મ IVF દ્વારા થયો હતો. એલન મસ્કને હવે કુલ નવ બાળકો છે. એલન મસ્કે ક્યારેય આ જોડિયા બાળકો વિશે ખુલીને કશું કહ્યું નથી. જોકે, તેમણે વર્ષ 2022માં એક ટ્વિટ કર્યું હતું. તેમણે લખ્યું કે જનસંખ્યામાં ઘટાડો એ અત્યાર સુધીનું સૌથી મોટું સંકટ છે. હું વસ્તીની કટોકટી સામે લડવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યો છું. આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની વાતો થવા લાગી. એક અહેવાલ મુજબ, શિવોન જિલિસે તેના સાથીદારોને કહ્યું કે, તે ક્યારેય મસ્ક સાથે જાતીય અથવા રોમેન્ટિક સંબંધમાં નથી.

આ પણ વાંચો: G20 Summit/ દિલ્હી બન્યું હોટ કેન્દ્ર, તમામની નજર ટકી છે ભારત મંડપમ પર

આ પણ વાંચો: G20 Summit/ G-20માં મહેમાનોનું સ્વાગત કરશે AI હેલો બોક્સ, જાણો શું છે ખાસ

આ પણ વાંચો: G20 Summit/ એરપોર્ટથી સીધા PM મોદીને મળશે જો બાયડન, ડિનર સાથે થઇ શકે છે આ મુદાઓ પર ચર્ચા