આર્થિક સંકટ/ શ્રીલંકાની આર્થિક કટોકટીથી ઓસ્ટ્રેલિયન ટીમ પણ પરેશાન,આ સ્થિતિનો સામનો કર્યો,જાણો

શ્રીલંકામાં 1948 બાદ  સૈાથી ખરાબ  આર્થિક સ્થિતિનું સામનો કરી રહ્યું છે. તે ગયા વર્ષના અંતથી તેની ખોરાક, દવાઓ અને બળતણ જેવી જરૂરિયાતો પૂરી કરી શક્યો નથી

Top Stories World
15 9 શ્રીલંકાની આર્થિક કટોકટીથી ઓસ્ટ્રેલિયન ટીમ પણ પરેશાન,આ સ્થિતિનો સામનો કર્યો,જાણો

શ્રીલંકામાં 1948 બાદ  સૈાથી ખરાબ  આર્થિક સ્થિતિનું સામનો કરી રહ્યું છે. તે ગયા વર્ષના અંતથી તેની ખોરાક, દવાઓ અને બળતણ જેવી જરૂરિયાતો પૂરી કરી શક્યો નથી. દેશમાં મોંઘવારી અને વીજ કટોકટીથી પ્રજા ત્રસ્ત જોવા મળે  છે. જનતાએ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કર્યું.અને હાલમાં પણ સ્થિતિમાં કોઇ સુધાર નથી, આ દરમિયાન ઓસ્ટ્રેલિયાની ટીમ ટી-20, વનડે અને ટેસ્ટ શ્રેણી રમવા માટે શ્રીલંકા પહોંચી હતી. તે પણ પાવર કટોકટીમાંથી બચી શકી નથી.

ઓસ્ટ્રેલિયાની ટીમ ટી-20 સિરીઝ જીત્યા બાદ વનડે સિરીઝ હારી ગઈ હતી. ઓસ્ટ્રેલિયાની ટીમને પણ  મેચ પહેલા પાવર કટોકટીનો સામનો કરવો પડ્યો હતો.આ અંગે કેપ્ટન કમિન્શે  ટ્વીટ કરીને આ જાણકારી આપી. ફોટામાં, કમિન્સ તેના અન્ય સાથી ખેલાડીઓ સાથે ખાવા માટે રાહ જોઈ રહ્યા છે. તે દરમિયાન વીજળી પણ નહોતી તેથી રેસ્ટોરન્ટમાં મીણબત્તીથી સળગાવીને ભોજન લીધું હતું. ટ્વિટર પર ફોટો શેર કરતા કમિન્સે લખ્યું, “અમે એક રેસ્ટોરન્ટમાં બેઠા છીએ વીજળી આવવાની રાહ જોઈ રહ્યા છીએ. જલદી વીજળી આવશે, પછી અમે અમારું રાત્રિભોજન શરૂ કરીશું. શ્રીલંકા આ સમયે ખૂબ જ મુશ્કેલ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે પરંતુ અહીંના લોકો ઉત્તમ છે. અમને અહીં આવવાની મજા આવી છે.

શ્રીલંકાની ટીમે પાંચ મેચોની શ્રેણીમાં 3-1ની અજેય સરસાઈ મેળવી લીધી છે. તેણે 30 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને તેના હોમ ગ્રાઉન્ડ પર ODI સિરીઝમાં હરાવ્યું છે. આ સાથે જ T20 શ્રેણીમાં કાંગારુ ટીમે 2-1થી જીત મેળવી હતી. બંને ટીમો વચ્ચે બે ટેસ્ટ મેચની શ્રેણી 29 જૂનથી ગાલેમાં શરૂ થશે. આ પછી બીજી ટેસ્ટ પણ આ જ મેદાન પર 8 જુલાઈથી રમાશે.