ગાંધીનગર/ ધરણા પર ઉતરેલા ગુજરાત માલધારી મહા પંચાયતના આગેવાનોને CMનુ તેડું

સરકાર દ્વારા રખડતા ઢોર મુદ્દે વિધાનસભા ગૃહમાં ઢોરોના રજીસ્ટ્રેશન મુદ્દે બિલ પસાર કરવામાં આવ્યું હતું. જેને લઈ માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.

Top Stories Gujarat
Untitled 18 8 ધરણા પર ઉતરેલા ગુજરાત માલધારી મહા પંચાયતના આગેવાનોને CMનુ તેડું
  • ગુજરાત માલધારી મહા પંચાયતના આગેવાનોને CMનુ તેડું
  • માલધારી આગેવાનો પહોંચ્યા ગાંધીનગર કલેક્ટર કચેરી
  • બપોરે 1 કલાકે CM નિવાસ સ્થાને કરશે મુલાકાત
  • ઢોર નિયંત્રણ કાયદાને લઈ માલધારી સમાજનો વિરોધ
  • કાયદો રદ્દ કરવા મુખ્યમંત્રીને કરશે રજૂઆત
  • MLA રઘુ દેસાઈ સહિતના આગેવાનો કરશે મુલાકાત

ગુજરાત ની ભાજપ સરકારે માલધારી સમાજ અને પશુધન અને ગાય માતા વિરુધ વિધાનસભામાં કાળો કાયદો પસાર કરી માલધારી સમાજ અને ગાય માતા અને પશુધન ને મુશ્કેલીમાં મૂકી દીધેલ છે ત્યારે ગુજરાત માલધારી મહા પંચાયત આંદોલન સમિતિ ધરણાંનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત માલધારી સમાજ સમગ્ર રાજયમાં કલેકટર ઓફિસે ધરણાં કરશે. સવારે 11થી 2 સુધી ધરણાં પર બેસશે. પોલીસ દ્વારા ધરણાં પર બેસવાની મંજૂરી આપી દેવામાં આવી છે. આજે ધરણાં બાદ આવતીકાલે મંગળવારે જ્યારે વડાપ્રધાન મોદી પણ ગુજરાતમાં જ છે ત્યારે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે પણ માલધારીઓ ઉપવાસ આંદોલન કરશે.

જો કે વડાપ્રધાન મોદી અને મોરેશિયસના વડાપ્રધાન  તથા ડબલ્યુએચઓના પ્રમુખ હાલમાં ગુજરાત રાજ્યની  મુલાકાતે આવેલા છે. ત્યારે રાજયમાં આ પ્રકારના દેખાવો યોજી રહ્યા છે. માલધારી મહા પંચાયતના આગેવાનોને સીએમ ઓફિસથી તેડું કરવામાં આવ્યું છે. અને તાત્કાલિક બેઠક યોજવા તાકીદ કરવામાં આવી છે.

ધારણા ઉપર બેઠેલા માલધારી આગેવાનો કલેક્ટર કચેરી પહોચ્યા હતા. આજ રોજ સોમવારે બપોરે 1 કલાકે મુખ્યમંત્રી નિવાસ સ્થાને મુખ્યમંત્રી સાથે ચર્ચા કરવા માટે તેમણે બોલાવવામાં આવ્યા છે.

સરકાર દ્વારા રખડતા ઢોર મુદ્દે વિધાનસભા ગૃહમાં ઢોરોના રજીસ્ટ્રેશન મુદ્દે બિલ પસાર કરવામાં આવ્યું હતું. જેને લઈ માલધારી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે. આજે મુખ્યમંત્રી સમક્ષ પણ માલધારી સમાજ દ્વારા અંગે રજૂઆત કરવામાં આવશે. ધારાસભ્ય રઘુ દેસાઇ સહિતના સભ્યો સીએમ નિવાસ સ્થાને ચર્ચા માટે જશે.

ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ જણાવ્યું કે ભૂતકાળની જેમ લોલીપોપ આપીને ઘણા બધા સમાજોને ગુજરાત સરકારે છેતર્યા છે. તેવીજ રીતે અમારા માલધારી સમાજને પણ ગુજરાત સરકાર છેતરવા આવી હતી પરંતુ અમારી ગુજરાત સરકાર સમક્ષ માંગણી છે કે ગુજરાત વિધાનસભાનું એક દિવસનું સત્ર બોલાવી અથવા ગુજરાત સરકાર લેખિતમાં કાળો કાયદો રદ કરશે તેવી બાંહેધરી આપે તેવી અમારી માંગણી છે.

ગુજરાત ચૂંટણી / કોંગ્રેસને જીવતદાન આપવા માટે પ્રશાંત કિશોરનો આવો છે રોડમેપ