Not Set/ કર્ણાટક : રાજ્યપાલે કે જી બોપૈયાની પ્રોટેમ સ્પીકર તરીકે કરી વરણી, કોંગેસે ઉઠાવ્યા સવાલો

બેંગલુરુ, કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરાયેલી પીટીશન પર સુનાવણી કરાતા કોર્ટ દ્વારા આવતીકાલે ૪ વાગ્યા સુધી ભાજપને ફ્લોર ટેસ્ટ પાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે હવે શનિવારે દ્વારા કરવામાં આવનારા ફ્લોર ટેસ્ટ માટે નવગઠિત વિધાનસભાના સંચાલન માટે ભાજપના MLA કે જી બોપૈયાની પ્રોટેમ સ્પીકર તરીકે વરણી કરી છે. Karnataka Governor appoints BJP MLA […]

Top Stories India Trending
Karnataka Speak8073 કર્ણાટક : રાજ્યપાલે કે જી બોપૈયાની પ્રોટેમ સ્પીકર તરીકે કરી વરણી, કોંગેસે ઉઠાવ્યા સવાલો

બેંગલુરુ,

કોંગ્રેસ દ્વારા સુપ્રીમ કોર્ટમાં કરાયેલી પીટીશન પર સુનાવણી કરાતા કોર્ટ દ્વારા આવતીકાલે ૪ વાગ્યા સુધી ભાજપને ફ્લોર ટેસ્ટ પાસ કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારે હવે શનિવારે દ્વારા કરવામાં આવનારા ફ્લોર ટેસ્ટ માટે નવગઠિત વિધાનસભાના સંચાલન માટે ભાજપના MLA કે જી બોપૈયાની પ્રોટેમ સ્પીકર તરીકે વરણી કરી છે.

રાજ્યપાલ વજુભાઈ વાળા દ્વારા ભાજપના કે જી બોપૈયાની પ્રોટેમ સ્પીકર તરીકે વરણી કર્યા બાદ તેઓને આ પદ માટેના ગોપનિયતાના શપથ પણ લેવડાવ્યા છે.

પ્રોટેમ સ્પીકરના પદ માટે આ નામો પણ હતા શામેલ

પ્રાપ્ત જાણકારી મુજબ, પ્રોટેમ સ્પીકરના પદ માટે બીજેપીના MLA ઉમેશ કુટ્ટી અને કોંગ્રેસના ધારાસભ્ય આર વી દેશપાંડેનું નામ પણ શામેલ કરવામાં આવ્યું, પરંતુ કે જી બોપૈયાના નામ પર રાજ્યપાલ દ્વારા મહોર મારવામાં આવી છે.

પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ અંગે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ

બીજી બાજુ પ્રોટેમ સ્પીકર અંગે રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલા આ નિર્ણય અપર કોંગ્રેસ દ્વારા સવાલો ઉભા કર્યા છે. કોંગ્રેસ નેતા અને એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું, “બોપૈયાનો પ્રોટેમ સ્પીકરના પદ પર સ્વીકાર કરવામાં આવશે નહીં. અમારા દ્વારા ટુંક જ સમયમાં કોઈ એક્શન લેવામાં આવશે. અમને જાણકરી મળી છે કે, દેશપાંડે સૌથી વરિષ્ટ MLA છે. માટે અમારી પાસે તમામ વિકલ્પો ખુલ્લા છે”.

મહત્વનું છે કે, કર્ણાટક રાજ્યમાં થયેલી ચુંટણીમાં કોઈ પણ રાજકીય પાર્ટીને સ્પષ્ટ બહુમત મળ્યો ન હતો ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા પૂર્વ વડાપ્રધાન દેવગૌડાના પુત્ર અને મુખ્યમંત્રી પદના દાવેદાર એચ ડી કુમારસ્વામીની પાર્ટી જેડીએસ સાથે મળીને બહુમતી સાબિત કરવાનો દાવો કર્યો હતો.

અત્યારસુધી જોવા મળેલા સસ્પેન્સ બાદ અંતે રાજ્યપાલ વજુભાઈ વાળાએ ૧૦૪ સીટ મેળવી બનેલી સૌથી મોટી પાર્ટી ભાજપને સરકાર રચવા માટે સૌપ્રથમ આમંત્રણ આપ્યું હતું.

જો કે ત્યારબાદ સુપ્રીમ કોર્ટ દ્વારા ભાજપના બી એસ યેદિયુરપ્પાને આવતીકાલે એટલે કે શનિવાર ૪ વાગ્યા સુધીમાં ફ્લોર ટેસ્ટ પાસ કરવા માટે આદેશ આપ્યો છે.

કોણ છે કે જી બોપૈયા ?

બોપૈયાનું પૂરું નામ કોમ્બારના ગણપતિ બોપૈયા છે. કર્ણાટકમાં તેઓ ચોથી વાર ભારતીય જનતા પાર્ટી તરફથી ધારસભ્ય તરીકે ચુંટાઈ આવ્યા છે. તેઓ આ પહેલા પણ વિરાજપેટ વિધાનસભા બેઠક પરથી સતત ત્રણવાર જીતી ચુક્યા છે.

કે જી બોપૈયા આ પહેલા પણ વિધાનસભાના સ્પીકર રહી ચુક્યા છે. વર્ષ ૨૦૦૯માં તેઓ કર્ણાટકમાં જયારે ભાજપે બહુમતી હાંસલ કરી હતી ત્યારે માત્ર ૪ દિવસ માટે પ્રોટેમ સ્પીકર રહ્યા હતા.

આ ઉપરાંત તેઓ સ્કુલના અભ્યાસકાળથી જ સંઘ પરિવાર સાથે જોડાયેલા છે અને સંઘ સાથે જુનો નાતો રહ્યો છે. તેઓ વિધાથી સંગઠન ABVP સાથે પણ જોડાયા હતા.