Not Set/ આ સ્થળે છોકરીઓનો પીછો કરવા અને ગંદી કોમેન્ટ કરવા બદલ થશે રૂ. ૬૦ હજારનો દંડ

દિન પ્રતિદિન ઈવ ટિજિંગના બનાવો વધી રહ્યા છે. દુનિયાના દરેક ખૂણામાં છેડછાડના સમાચાર આવતા રહે છે. આવામાં ફ્રાંસ સરકારે આવા છેલબટાઉ લોકોને રોકવા માટે મોટું પગલું ભર્યું છે. ફ્રાંસ સરકારે યૌન ઉત્પીડન કાયદાને હવે વધુ કડક બનાવી દીધો છે. હવે છોકરીઓને જોઇને સીટી મારવા, ગંદી કોમેન્ટ્સ કરવા, નંબર માંગવા અને પીછો કરવા જેવી હરકતો પણ […]

World Trending
121005091838 street harassment horizontal large gallery આ સ્થળે છોકરીઓનો પીછો કરવા અને ગંદી કોમેન્ટ કરવા બદલ થશે રૂ. ૬૦ હજારનો દંડ

દિન પ્રતિદિન ઈવ ટિજિંગના બનાવો વધી રહ્યા છે. દુનિયાના દરેક ખૂણામાં છેડછાડના સમાચાર આવતા રહે છે. આવામાં ફ્રાંસ સરકારે આવા છેલબટાઉ લોકોને રોકવા માટે મોટું પગલું ભર્યું છે. ફ્રાંસ સરકારે યૌન ઉત્પીડન કાયદાને હવે વધુ કડક બનાવી દીધો છે.

હવે છોકરીઓને જોઇને સીટી મારવા, ગંદી કોમેન્ટ્સ કરવા, નંબર માંગવા અને પીછો કરવા જેવી હરકતો પણ હવે ગુનાના દાયરામાં આવશે. આવું કરવા માટે હવે છોકરાઓએ દંડ પણ ભરવો પડશે. આ માટેનો દંડ ૭૫૦ યુરો ((આશરે ૬૦ હજાર રૂપિયા) ભરવો પડશે. ફ્રાંસ સરકારે બુધવારે આ બિલને પાસ કરી દીધું છે.

આ બિલ અંગે સાંસદોનું કહેવું છે કે આ બિલ પાસ થયા પછી છેડછાડ જેવી ઘટનાઓને રોકવામાં મદદ મળશે. ફ્રાન્સની મહિલા મંત્રી મર્લિના શિયપ્પાએ સંસદમાં કહ્યું હતું કે, “પુરુષ મહિલાઓનો પીછો કરે છે, જબરદસ્તી કે બળજબરીપૂર્વક વાત કરવાની કોશિશ કરે છે. પરંતુ મહિલાઓ કશું જ કરી શકતી નથી, કારણ કે, તેઓને લાગે છે કે આ એક સામાન્ય બાબત છે. ભાગીને તેઓ પોતાને સુરક્ષિત કરે છે. પુરુષ પણ આવી બધી બાબતોને યોગ્ય સમજે છે. તેઓને (પુરુષોને) લાગે છે કે, તેઓ જે કરે છે તે ફક્ત એક મસ્તી છે. પરંતુ એવું નથી.”

સર્વે આવ્યા પછી કાયદાને વધુ કડક બનાવાયો

ગત વર્ષે ફ્રાન્સમાં એક સર્વે કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં જણાવાયું હતું કે, દેશની દરેક મહિલાઓએ સાર્વજનિક સ્થળો પર બદસલુકીનો સામનો કરવો પડે છે. ૫૦ ટકા લોકોએ કહ્યું હતું કે, તેમની સાથે સૌથી પહેલાં છેડછાડ ત્યારે થઈ હતી, જયારે તે ૧૮ વર્ષની ઉમર કરતા નાના હતા. આ સર્વિ પછી યૌન ઉત્પીડનના કાયદાને વધુ કડક કરી દેવામાં આવ્યો છે. જો કે યુવાઓ આ નિર્ણયનો સોશિયલ મીડિયા પર ઘણો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, બેલ્જિયમ અને પોર્ટુગલ જેવા દેશોમાં પણ આ પ્રકારનો કાયદો છે. હવે ફ્રાન્સે પણ આ બિલને પાસ કરી દીધું છે.