Not Set/ વાઇસ એડમિરલ કરમબીર સિંહ હશે 24માં નેવી ચીફ, 31 મે ના રોજ રીટાયર થઇ રહ્યા છે સુનીલ લાંબા

નવી દિલ્હી, વાઇસ એડમિરલ કરમબીર સિંહ ભારતીય નેવીના નવા ચીફ બનશે. તેઓ વર્તમાન એડમિરલ સુનિલ લાંબાની જગ્યા લેશે. લાંબા 31 મે ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. નેવીની સેવા માટે એડમિરલ સિંહને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અતિ વિશિષ્ટ સેવા મેડલ પણ એનાયત કરવામાં આવ્યું છે. નૌસેના ને 39 વર્ષથી સેવા આપી રહ્યા છે. એડમિરલ સિંહ વાઇસ […]

India Trending
arm 11 વાઇસ એડમિરલ કરમબીર સિંહ હશે 24માં નેવી ચીફ, 31 મે ના રોજ રીટાયર થઇ રહ્યા છે સુનીલ લાંબા

નવી દિલ્હી,

વાઇસ એડમિરલ કરમબીર સિંહ ભારતીય નેવીના નવા ચીફ બનશે. તેઓ વર્તમાન એડમિરલ સુનિલ લાંબાની જગ્યા લેશે. લાંબા 31 મે ના રોજ નિવૃત્ત થઈ રહ્યા છે. નેવીની સેવા માટે એડમિરલ સિંહને ભારતના રાષ્ટ્રપતિ દ્વારા અતિ વિશિષ્ટ સેવા મેડલ પણ એનાયત કરવામાં આવ્યું છે.

નૌસેના ને 39 વર્ષથી સેવા આપી રહ્યા છે. એડમિરલ સિંહ

વાઇસ એડમિરલ કરમબીર સિંહે 31 મે, 2016 ના રોજ વાઇસ ચીફ નેવીનો હવાલો સંભાળ્યો હતો.સિંહ નેશનલ ડિફેન્સ એકેડમી, ખડકવાસલાના વિદ્યાર્થી રહ્યા છે. તેઓ 1980 માં નૌસેનામાં જોડાયા. 1982 માં તેઓ હેલિકોપ્ટર પાઇલટ બન્યા. તેઓએ ચેતાક અને કામોવ હેલિકોપ્ટર પણ ઉડાવી ચુક્યા છે. 39 વર્ષની તેમની કારકિર્દીમાં, તેમણે ભારતીય કોસ્ટ ગાર્ડ શિપને કમાંડ  કરી ચુક્યા છે. તેઓ વેસ્ટર્ન ફ્લીટમાં ફ્લીટ ઓપરેશનના અધિકારી પણ રહી ચુક્યા છે.