Not Set/ આલ્ફા વન મોલનો કિસ્સો, મહિલા ચેન્જિંગ રૂમ બદલી રહી હતી કપડાં, કર્મચારી સ્ટૂલ પર ચડીને જોઈ રહ્યો હતો

અમદાવાદ, અમદાવાદ એસજી હાઇવે પર આવેલ ક્રોસવર્ડ સ્ટોરના વોશરૂમમાં ગયો કિશોરીનો વીડીયો બનાવવાની કોશિશ કરનારને હજુ સુધી પકડવામાં આવ્યો નથી. તો આલ્ફા વન મોલના એલેન સોલીના શો-રૂમમાં ચેન્જિંગ રૂમ કપડાં બદલતી મહિલા ડોક્ટરને એક કર્મચારી સ્ટૂલ ચડીને જોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની ફરિયાદ વસ્ત્રાપુર ર પોલીસ સ્ટેશનમાં કરાવામાં આવી છે. પતિએ જોયો આ […]

Ahmedabad Gujarat Trending
arm 10 આલ્ફા વન મોલનો કિસ્સો, મહિલા ચેન્જિંગ રૂમ બદલી રહી હતી કપડાં, કર્મચારી સ્ટૂલ પર ચડીને જોઈ રહ્યો હતો

અમદાવાદ,

અમદાવાદ એસજી હાઇવે પર આવેલ ક્રોસવર્ડ સ્ટોરના વોશરૂમમાં ગયો કિશોરીનો વીડીયો બનાવવાની કોશિશ કરનારને હજુ સુધી પકડવામાં આવ્યો નથી. તો આલ્ફા વન મોલના એલેન સોલીના શો-રૂમમાં ચેન્જિંગ રૂમ કપડાં બદલતી મહિલા ડોક્ટરને એક કર્મચારી સ્ટૂલ ચડીને જોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાની ફરિયાદ વસ્ત્રાપુર ર પોલીસ સ્ટેશનમાં કરાવામાં આવી છે.

પતિએ જોયો આ નજરો…

એસજી હાઇવે પર સ્થિત હોટેલ ગ્રાન્ડ ભગવતી નજીક રહેનારી ડોક્ટર દંપતિ બુધવારે સવારની સવારે 11 વાગ્યાની આસપાસ અલ્ફા વન મોલમાં આવેલ એલેન સોલીની દુકાનમાં ગયા. જ્યાં ડોક્ટરની પત્ની માનસી (નામ બદલેલુ છે) ચેન્જિંગ રૂમ ટ્રાયલ માટે ગઈ. જ્યારે તેણી કપડાં બદલી રહી હતી, ત્યારે તેના પતિએ તેની પત્નીની વિશે કર્મચારીની પૂછ્યું. ત્યારે કર્મચારીએ તેમના હાથના ઈશારાથી ચેન્જિંગ રૂમ બતાવ્યો. જ્યારે પતિ ત્યાં પહોંચ્યો ત્યારે તેણે જોયું કે કર્મચારી સ્ટૂલ પર ચઢીને ચેન્જિંગ રૂમના અંદર જોઈ રહ્યો હતો.

આ દ્રશ્ય જોઈને પતિ બુમો પડવાનું શરુ કર્યું. બુમો સાંભળીને સ્ટોરનો સ્ટાફ ત્યાં પહોંચી ગયો. માનસીના પતિએ બધી વાત જણાવી. આ પછી શુક્રવારે સાંજે આ ઘટના વિશે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી. આ આધાર પર, પોલીસે એલેન સોલી સ્ટોરના કર્મચારી સામે કેસ દાખલ કર્યો.

અહી જાણો શું કહ્યું પોલીસે

આ બાબતે વસ્ત્રાપુરના પીઆઈ એમ એમ જાડેજાએ કહ્યું કે, અમે હાલ રીપોર્ટ લખ્યો છે. પરંતુ હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી. સીસીટીવી જોઈને કંઈ પણ કહી શકીએ છીએ. ત્યાં સુધી બધી પરિસ્થિતિ સ્પષ્ટ થઈ જશે.