Gujarat/ ઉત્તરાયણનાં તહેવારને લઇને આવ્યા મોટા સમાચાર

ઉત્તરાયણનાં તહેવારને લઇને મોટા સમાચાર રાજ્યમાં નહીં થાય પતંગોત્સવનું આયોજન આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ્દ કરાયો હાઇકોર્ટની ટકોર બાદ તંત્રનો નિર્ણય કોરોના સંક્રમણ અટકાવવા લેવાયા પગલા કોરના મહામારીની અસર હવે દરેક તહેવારોમાં જોવા મળી રહી છે. હવે ઉતરાયણનાં ચાહકો માટે એક ઝટકા બરાબર સમાચાર સામે આવી રહ્યા છે. કોરાના કારણે રાજ્યમાં  પતંગોત્સવનું આયોજન થશે નહી. દુનિયાભરમાં કોરોનાનો […]

Ahmedabad Gujarat
zzas 171 ઉત્તરાયણનાં તહેવારને લઇને આવ્યા મોટા સમાચાર

ઉત્તરાયણનાં તહેવારને લઇને મોટા સમાચાર
રાજ્યમાં નહીં થાય પતંગોત્સવનું આયોજન
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ્દ કરાયો
હાઇકોર્ટની ટકોર બાદ તંત્રનો નિર્ણય
કોરોના સંક્રમણ અટકાવવા લેવાયા પગલા

કોરના મહામારીની અસર હવે દરેક તહેવારોમાં જોવા મળી રહી છે. હવે ઉતરાયણનાં ચાહકો માટે એક ઝટકા બરાબર સમાચાર સામે આવી રહ્યા છે. કોરાના કારણે રાજ્યમાં  પતંગોત્સવનું આયોજન થશે નહી.

દુનિયાભરમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે આ કોરોના મહામારીનાં કારણે તહેવારોને પણ મોટી અસર થઇ રહી છે. આ વચ્ચે લોકો વિચારી રહ્યા હતા કે આવતા વર્ષની સારી શરૂઆત ઉતરાયણનાં તહેવારને માણીને કરીશું. જો કે આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે, રાજ્યમાં પતંગોત્સનું આયોજન હવે થશે નહી. જણાવી દઇએ કે, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ રદ્દ કરાયો છે.  આ હાઈકોર્ટની ટકોર બાદ તંત્રએ નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે, આજે સમગ્ર વિશ્વમાં કોરોનાવાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં 7.98 કરોડથી વધુ લોકો આ સંક્રમણનો શિકાર બન્યા છે. આ વાયરસથી 17.50 લાખથી વધુ ચેપગ્રસ્ત લોકોનાં જીવ ગયા છે. ભારતમાં પણ COVID-19 નાં કેસો દરરોજ વધી રહ્યા છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો