ક્રાઈમ/ સુરતના પોલીસકર્મીએ 8 લાખના બદલામાં વેપારી પાસેથી કરોડ રૂપિયા પડાવવા ગોઠવી ગેમ અને અંતે ભેરવાયો

સુરતના એક લોક રક્ષકે 8 લાખ રૂપિયા આપી સવા કરોડની જમીન પચાવી પાડી.  પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા લોક રક્ષક કમલેશ ઔસુરા સામે ચિટિંગનો ગુનો નોંધાયો.

Gujarat Surat
Untitled 237 સુરતના પોલીસકર્મીએ 8 લાખના બદલામાં વેપારી પાસેથી કરોડ રૂપિયા પડાવવા ગોઠવી ગેમ અને અંતે ભેરવાયો

@અમિત રૂપાપરા 

Surat: સુરતના એક લોક રક્ષકે 8 લાખ રૂપિયા આપી સવા કરોડની જમીન પચાવી પાડી.  પોલીસ કમિશનર કચેરીમાં ફરજ બજાવતા લોક રક્ષક કમલેશ ઔસુરા સામે ચિટિંગનો ગુનો નોંધાયો. હીરાના વેપારીને કોરોના મહામારી સમયે 8 લાખ આપનાર લોક રક્ષક વેપારીની કરોડની આઠ વીઘા જમીનનો દસ્તાવેજ કરાવી લીધો. ત્યારબાદ આઠ લાખના બદલામાં 32 લાખ અને ઉપરાંત લોકરક્ષકે વેપારીના પરિચિત વ્યક્તિને આપેલા 16 લાખ આમ વધારાના 49 લાખ રૂપિયા પણ માગ્યા હતા અને  જમીન પરત આપવા માટે 50 લાખ રૂપિયા પણ પડાવી લીધા હતા. એટલે આ સમગ્ર મામલે ફરિયાદી દ્વારા લોકરક્ષક સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે અને પોલીસે એક કરોડ જેટલા હિસાબને લઈને લોકરક્ષક સામેથી તપાસ શરૂ કરી છે.

કરસન ખોખાણી 2015માં ઉમરા પોલીસ સ્ટેશનમાં ઇન્સ્પેક્ટર કુલદીપ ગઢવીને મળવા ગયા હતા. જ્યાં કરસન ખોખાણીનો પરિચય લોક રક્ષક કમલેશ સાથે થયો હતો. ત્યારબાદ લાલભાઈ સ્ટેડિયમમાં લેડીઝ મેચ દરમિયાન પણ ફરી લોક રાક્ષક કમલેશ ફરિયાદીને મળ્યો હતો અને બંને વચ્ચે મિત્ર થઈ હતી. ત્યારબાદ 2020માં ફરિયાદીએ લોક રક્ષકે કમલેશ પાસેથી 8 લાખ ઉછીના લીધા હતા. લોક રાક્ષકે પૈસાના બદલામાં વેપારીના દીકરાના નામે સિસોદ્રા ગામની જમીન લખાવી લીધી હતી.

આ જમીનનો દસ્તાવેજ 14 ડિસેમ્બર 2020માં કરાવી લેવામાં આવ્યો હતો. વેપારીએ ઓરીજનલ દસ્તાવેજ પોતાની પાસે જ રાખ્યો હતો. ત્યારબાદ 2021માં વેપારીએ લોક રાક્ષકને પૈસા પરત આપી સિક્યુરિટી પેટે આપેલ દસ્તાવેજ પરત આપવાનું કહ્યું હતું. જોકે લોક રક્ષકે વેપારીની જાણ બહાર જતી જમીન ઉપર 35 લાખ રૂપિયા લઇ સાટાખત કરી આપ્યો હતો. ત્યારબાદ પૈસા પરત આપવાની અને વેપારીને સવા કરોડ ઓછા વ્યાજે આપવાની પણ લાલચ આપી હતી. ત્યારબાદ ફરિયાદીએ લોક રક્ષક વાતમાં આવી પોતાના ઓળખીતા વ્યક્તિ પાસેથી 50 લાખ રૂપિયા કમલેશના ખાતામાં નંખાવ્યા હતા. છતાં પણ લોક રક્ષકે ફરિયાદીને દસ્તાવેજ પરત આપતો ન હતો.

લોક રક્ષકે વેપારીને કહ્યું કે 8 લાખના બદલામાં 32 લાખ આપવા પડશે. ત્યારબાદ અન્ય વ્યક્તિને ઉછીના આપેલા પૈસા પણ લોક રક્ષકે વેપારી પાસેથી માગતો હતો. આઠ લાખના બદલામાં વેપારી પાસેથી 49 લાખની લોક રક્ષક માગણી કરતો હતો. જેથી વેપારી દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે વેપારી પાસેથી લોકરક્ષક દ્વારા પડાવવામાં આવેલા અને વધુ પૈસાની માગણી કરવામાં અમને એકાદ કરોડના હિસાબને લઈને તપાસ પણ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:પોતાને કલ્કી અવતાર ગણાવતા રમેશ ફેફરના કડવા વેણ, અંતે પોલીસ અટકાયત

આ પણ વાંચો:સુરતમાં પોલીસને શાકભાજી વેચનાર પાસેથી પિસ્તોલ મળી આવી, જાણો શા માટે આ ઈસમ પોતાની પાસે પિસ્તોલ રાખતો હતો

આ પણ વાંચો:ગુજરાત પોલીસ બનાવશે એકશન પ્લાન, ટીમ બની રાજ્યના જનપ્રશ્નો કરશે હલ

આ પણ વાંચો:કુતરુ કરડતા માતા-પિતાએ દાખવી લાપરહાવી,હડકવા ઉપડતા બાળકનું મોત

આ પણ વાંચો:પે એન્ડ યુઝ ટોયલેટ પાસે પ્લાસ્ટીકની થેલી લઇ ઉભો હતો યુવાન…ચેક કરતા ચોંકી ઉઠી પોલીસ