Not Set/ અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ચાકુના ઘા ઝીંકી યુવકની હત્યા

અમદાવાદ શહેરની સુરક્ષા અને સબ સલામતીના દાવાને વધુ એક પોકળ સાબિત કરતી ઘટના સામે આવી છે. શહેરના ઓઢવ વિસ્તારમાં ગત મોડી રાત્રે જાહેરમાં ત્રણ શખ્સોએ એક યુવકને ચાકુ વડે રહેસી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પાણીના પાઉચના મામલે બે શખ્સોની એક યુવક સાથે બબાલ થઇ હતી, જેમાં મોડી રાત્રે મામલો બીચક્યો હતો અને યુવકને […]

Gujarat
murder bengaluru dec15 m અમદાવાદના ઓઢવ વિસ્તારમાં ચાકુના ઘા ઝીંકી યુવકની હત્યા

અમદાવાદ શહેરની સુરક્ષા અને સબ સલામતીના દાવાને વધુ એક પોકળ સાબિત કરતી ઘટના સામે આવી છે. શહેરના ઓઢવ વિસ્તારમાં ગત મોડી રાત્રે જાહેરમાં ત્રણ શખ્સોએ એક યુવકને ચાકુ વડે રહેસી નાખતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. પાણીના પાઉચના મામલે બે શખ્સોની એક યુવક સાથે બબાલ થઇ હતી, જેમાં મોડી રાત્રે મામલો બીચક્યો હતો અને યુવકને ચાકુના ઘા ઝીંકી હત્યા કરાઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર, લગ્ન પ્રસંગ પતાવીને હેમરાજ અને તેને પિતારાઇ ભાઇ વસ્ત્રાલ વિસ્તારમાં આવેલ શક્તિ પાન પાર્લર પાસે આવ્યા હતા ત્યારે પીવાના પાણીના પાઉચના મામલે પ્રકાશ કિશનભાઇ મારવાડી તથા પ્રેમચંદ ઉર્ફે પીન્ટુ ટાંકની બબાલ થઇ હતી. જોતાજોતામાં મામલે એ હદે બીચક્યો કે બન્ને યુવકોની હેમરાજ સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. દરમિયાનમાં પ્રકાશ અને પ્રેમચંદનો મિત્ર સચીન પણ ઘટના સ્થળે આવી ગયો હતો. ત્યારે આ ત્રણેય યુવકોએ હેમરાજ પર હુમલો કર્યો હતો  શરીરના ભાગે આડેધડ છરીના ઘા ઝીંકી દીધા હતા. હેમરાજ પર હુમલો કરીને ત્રણય હુમલાખોરો ફરાર થઇ ગયા હતા, જ્યારે હેમરાજને એલ.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં હોસ્પિટલમાં સારવાર દરમિયાન હેમરાજનું મોત થયું હતું.

આ ઘટનાની જાણ રામોલ પોલીસને થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે દોડી ગયા હતા અને ત્રણ યુવકો પૈકી બે યુવકની અટકાયત કરી ગુનો દાખલ કર્યો હતો અને ફરાર યુવકને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.