Corona Case/ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ, નવા 998 કેસ,16 લોકોના મોત

રાજ્યમાં આજે કોરોનાના નવા એક હજારથી પણ ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 998 કેસ નોંધાયા છે તેમજ 16 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.

Top Stories Gujarat
corona

ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર અંત તરફ જઇ રહી છે. રાજ્યમાં આજે કોરોનાના નવા એક હજારથી પણ ઓછા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 998 કેસ નોંધાયા છે તેમજ 16 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.

રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં 366 કેસ સામે આવ્યા અને 2 દર્દીઓનાં મોત થયા છે. તો વડોદરા શહેર-જિલ્લામાં કોરોનાના 211 નવા કેસ નોંધાયા અને 5 દર્દીઓના મૃત્યુ થયા છે. સુરત શહેર-જિલ્લામાં કોરોનાના 73 નવા કેસ સામે આવ્યા અને 3 લોકોનાં નિધન થયા છે.રાજકોટ શહેર-જિલ્લામાં પણ કોરોનાના માત્ર 46 નવા કેસ મળ્યા અને એક વ્યક્તિનું નિધન થયું. ગાંધીનગરમાં 36 નવા દર્દી અને એકનું મોત થયું, તો મોરબી અને દેવભૂમિ દ્વારકામાં પણ કોરોનાથી એક-એક દર્દીનું મોતનિપજ્યું છે.

આ પણ વાંચો:ગૃહમંત્રી હપ્તા વધારવા ડ્રગ્સ પકડાવી રહ્યા છે :ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ…

રાજ્યમાં કોરોનાના કારણે વધુ 16 લોકોનાં મોત થયા છે.આ સાથે રાજ્યમાં કુલ મૃત્યુઆંક વધીને 10,838 પર પહોંચી ગયો છે.તો પાછલા 24 કલાકમાં 2,454 દર્દી સાજા થયાં છે. અત્યાર સુધીમાં 11 લાખ 95 હજાર 295 દર્દી ડિસ્ચાર્જ થયા છે.એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 11 હજાર 995 એક્ટિવ કેસ છે, જેમાંથી 77 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 11 હજાર 118 દર્દીની હાલત સ્થિર છે.

આ પણ વાંચો:અસામાજિક તત્વોનો આતંક, રાધાકૃષ્ણ સોસાયટીમાં કર્યો પથ્થરમારો, અનેક લોકો ઈજાગ્રસ્ત…

આ પણ વાંચો:હમીરસર તળાવમાં વિદેશી પક્ષીઓનો પડાવ, લોકો માટે બન્યા આકર્ષણનું કેન્દ્ર…