ગમખ્વાર અકસ્માત/ લોકપ્રિય પંજાબી અભિનેતા દીપ સિદ્વુનું કાર અકસ્માતમાં મોત

અભિનેતા દીપ સિદ્ધુનું મંગળવારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમની કાર દિલ્હી નજીક કુંડલી માનેસર હાઈવે પર અથડાઈ હતી,

Top Stories Entertainment
5 16 લોકપ્રિય પંજાબી અભિનેતા દીપ સિદ્વુનું કાર અકસ્માતમાં મોત

પંજાબી અભિનેતા અને લાલ કિલ્લાની હિંસાનો આરોપી દીપ સિદ્ધુનું હરિયાણાના સોનીપતમાં એક માર્ગ અકસ્માતમાં મોત થયું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માત કુંડલી-માનેસર-પલવલ એક્સપ્રેસ વે પર થયો હતો.ઉલ્લેખનીય છે કે દીપ સિદ્ધુ ખેડૂતોના આંદોલન દરમિયાન ચર્ચામાં આવ્યા હતા. દીપ સિદ્ધુને લાલ કિલ્લા હિંસા કેસમાં આરોપી બનાવવામાં આવ્યો હતો અને તેને જેલમાં જવું પડ્યું હતું. જોકે બાદમાં તેને જામીન મળી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે તે પોતાના મિત્રો સાથે દિલ્હીથી પંજાબ પરત ફરી રહ્યો હતો. આ અકસ્માત સિંઘુ બોર્ડર પાસે થયો હતો. ખરઘોડા પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચી ગયું છે. સ્કોર્પિયો કાર ટ્રોલી સાથે અથડાઈ હતી. દીપ સિદ્ધુ સ્કોર્પિયોમાં સવાર હતો.

પંજાબી ફિલ્મ અભિનેતા દીપ સિદ્ધુનું મંગળવારે માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેમની કાર દિલ્હી નજીક કુંડલી માનેસર હાઈવે પર અથડાઈ હતી, જેમાં તેમનું મોત નિપજ્યું હતું. દીપ સિદ્ધુની સાથે વાહનમાં એક મહિલા મિત્ર પણ હતી, જે અકસ્માતમાં ઘાયલ થઈ હતી. દીપ સ્કોર્પિયો કારમાં હતા ત્યારે તેમનું વાહન ટ્રોલી સાથે અથડાયું હતું.