વરસાદ/ અમદાવાદમાં વીજળીના કડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

અમદાવાદના સીટી વિસ્તારમાં વરસાદનું આગમન થયુ હતુ. શાહપુર,ખાનપુર,દરિયાપુર,માધુપુરામાં વરસાદની શરૂઆત થઈ હતી.

Top Stories Gujarat
10 8 અમદાવાદમાં વીજળીના કડાકા સાથે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી

ગુજરાતમાં અનેક  જગ્યાએ વરસાદ પડ્યો છે. ત્યારે મેઘરાજાની સવારી અમદાવાદ આવી પહોંચી છે. અમદાવાદમાં મોડી રાત્રે વરસાદી માહોલ સર્જાયો છે. બાપુનગર સહિત કેટલાક વિસ્તારોમાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. પાલડી, એલિસબ્રિજ, નારણપુરા, સાઉથ બોપલ સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. હાટકેશ્વર ઓવરબ્રિજ પર રોડ બેસી ગયો. જેને કારણે બ્રિજ પર એક બાજુનો રસ્તો બંધ કરાયો.

ઉલ્લેખનીય છે કે અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો હતો. નવા વાડજમાં વરસાદના છાંટા શરૂ થયા હતા. રસ્તા ભીના થાય તેવો ધીમો વરસાદ પડ્યો હતો. અમદાવાદના સીટી વિસ્તારમાં વરસાદનું આગમન થયુ હતુ. શાહપુર,ખાનપુર,દરિયાપુર,માધુપુરામાં વરસાદની શરૂઆત થઈ હતી.અમદાવાદના શહેરીજનોએ વરસાદના આગમનને વધાવ્યું હતું અને લોકો વરસાદના માહોલની મજા માણી રહ્યા છે.

અમદાવાદમાં હાલ પુરજોશમાં વરસાદ પડી રહ્યો છે જેના લીધે કોર્પોરેશનની પોલ પણ ખુલી ગઇ છે,અનેક વિસ્તારમાં પાણી ભરાઇ ગયા છે, અને લોકોને અવર જવરમાં ભારે મુશ્કેલી પડી રહી છે.