Not Set/ કોંગ્રેસમાં All is not well, સલમાન ખુર્શીદનાં નિવેદન પર ભડકી કોંગ્રેસ, પાર્ટીને દુશ્મનોની જરૂર નથી

All is well બોલ All is well બોલવાથી અહી કઇ જ થવાનુ નથી. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં રાજીનામા અંગે સલમાન ખુર્શીદનાં નિવેદનની આકરી ટીકા કરી હતી. અલ્વીએ આડકતરી રીતે ખુર્શીદ પર હુમલો કરતાં કહ્યું કે, કોંગ્રેસને ‘દુશ્મનો’ ની જરૂર નથી. તેમણે કહ્યું કે જ્યારે બે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ રહી […]

Top Stories India
pjimage 2019 10 09T175912.931 કોંગ્રેસમાં All is not well, સલમાન ખુર્શીદનાં નિવેદન પર ભડકી કોંગ્રેસ, પાર્ટીને દુશ્મનોની જરૂર નથી

All is well બોલ All is well બોલવાથી અહી કઇ જ થવાનુ નથી. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા રાશિદ અલ્વીએ પાર્ટીનાં પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનાં રાજીનામા અંગે સલમાન ખુર્શીદનાં નિવેદનની આકરી ટીકા કરી હતી. અલ્વીએ આડકતરી રીતે ખુર્શીદ પર હુમલો કરતાં કહ્યું કે, કોંગ્રેસને ‘દુશ્મનો’ ની જરૂર નથી. તેમણે કહ્યું કે જ્યારે બે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ રહી છે અને મતદાનની તારીખને માત્ર દસ દિવસ બાકી છે ત્યારે પક્ષની જીત માટે કામ કરવાનો સમય આવી ગયો છે અને આ સમયે આવી ટિપ્પણી કરવી યોગ્ય નથી.

તાજેતરમાં બે રાજ્યોમાં ચૂંટણીને લઇને ભાજપ તરફથી પ્રચાર પ્રસાર શરૂ કરી દેવામાં આવ્યો છે, જ્યારે કોંગ્રેસ હજુ અંદરનાં ડખાને દૂર કરી શકવામાં સક્ષમ ન હોય તેવુ દર્શાવી રહી છે. ભાજપ સતત મજબૂત થવાના પૂરા પ્રયત્નમાં છે ત્યારે બીજી તરફ કોંગ્રેસનાં નેતા જ કોંગ્રેસને મજબૂત થવાની દિશામાં સ્પિડ બ્રેકર મુકવાનું કામ કરી રહ્યા હોવાનુ સ્પષ્ટ દેખાઇ રહ્યુ છે. કોંગ્રેસનાં નેતા સલમાન ખુર્શીદ દ્વારા કરવામાં આવેલા નિવેદન પર હવે પાર્ટીમાં All is not well હોવાનુ બહાર આવી રહ્યુ છે. પાર્ટીનાં વરિષ્ઠ નેતા અલ્વીએ કહ્યું કે, જો વરિષ્ઠ નેતાઓને નેતૃત્વ અંગે કોઈ પણ પ્રકારની ફરિયાદ હોય, તો તેમણે પક્ષમાં આ મામલો ઉઠાવવો જોઈએ. આવા નિવેદનથી પાર્ટીને નુકસાન થાય છે અને આ સ્થિતિને જોતા લાગે છે કે કોંગ્રેસને ‘દુશ્મનો’ ની જરૂર નથી. તેમણે કહ્યું કે જ્યારે જુઓ ત્યારે પાર્ટીનાં દરેક નેતા અલગ રાગ ગાઇ રહ્યા છે. આ એક ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ છે. આ સ્થિતિ ‘ઘરની આગ, ઘરનો દીવો’  જેવી બની છે.

અલ્વીએ પાર્ટીનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદનાં તે નિવેદન પર ટિપ્પણી કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંધી માટે કોંગ્રેસ અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપવાનો સમય યોગ્ય નહતો. તેમને પોતાનું પદ ન છોડવા માટે ખૂબ સમજાવવામાં આવ્યા, પરંતુ તેઓ અડગ હતા. જો રાહુલે પદ છોડવાને બદલે પાર્ટીની હારનાં કારણોને ધ્યાનમાં લીધા હોત, તો કોંગ્રેસ આજે સારી સ્થિતિમાં હોત. તેમના અધ્યક્ષ પદ છોડ્યા બાદ સોનિયા ગાંધીને કોંગ્રેસની જવાબદારી લેવી પડી હતી અને તે એક સારો નિર્ણય હતો. કોંગ્રેસ જેવો મોટો પક્ષ આજે સંકટમાં છે અને આ પરિસ્થિતિમાંથી બહાર લાવવા માટે જલ્દી પગલાં ભરવા જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.