Not Set/ પોતાના અધિકારીઓ સાથે થયેલી ગેરવર્તણૂંકથી IB નારાજ, ડોભાલને કરાઈ ફરિયાદ

નવી દિલ્હી: સીબીઆઈ ચીફ આલોક વર્માના ઘરની બહાર ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના ઓફિસરો સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂંક મામલે આઈબી ખૂબ નારાજ થયું છે. કહેવાય રહ્યું છે કે, આઈબીના ચીફ દ્વારા આ મામલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળીને ફરિયાદ કરવામાં આવી છે અને આ મુદ્દે વધુ જાણકારી પણ ઉપલબ્ધ કરાવી છે. આ ઘટના અંગે સૂત્રોના જણાવ્યા […]

Top Stories India Trending
IB Disappointed from the Misbehaviour with his Officers, Complained to Ajit Dobhal

નવી દિલ્હી: સીબીઆઈ ચીફ આલોક વર્માના ઘરની બહાર ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના ઓફિસરો સાથે કરવામાં આવેલી ગેરવર્તણૂંક મામલે આઈબી ખૂબ નારાજ થયું છે. કહેવાય રહ્યું છે કે, આઈબીના ચીફ દ્વારા આ મામલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને મળીને ફરિયાદ કરવામાં આવી છે અને આ મુદ્દે વધુ જાણકારી પણ ઉપલબ્ધ કરાવી છે.

આ ઘટના અંગે સૂત્રોના જણાવ્યા અનુસાર આઈબી દ્વારા દિલ્હી પોલીસને તે છ કર્મચારીઓના નામ પણ આપ્યાં છે. આ નામોમાં સીબીઆઈ પ્રમુખના પીએસઓનું નામ પણ સામેલ છે.

આઈબી દ્વારા કહેવામાં આવ્યું છે કે, આ છ વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. આઈબી દ્વારા આ ઘટના અંગે અન્ય વધુ જાણકારીઓ પણ એકઠી કરવામાં આવી આવી રહી છે.

આ ઘટના અંગેની વાત જાણે કે એમ છે કે, અચાનક રજા પર મોકલી દેવામાં આવેલા સીબીઆઈ ચીફ આલોક વર્માના સરકારી આવાસની બહાર ઈન્ટેલિજન્સ બ્યુરોના ચાર અધિકારીઓ સાથે ગેરવર્તણૂંક કરવામાં આવી હતી.

આ ઘટના અંગે ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યું હતું કે, આલોક વર્માના બે જનપથ, ખાતેના નિવાસ સ્થાનની બહાર હાઈ સિક્યોરિટી ઝોનમાં ચાર વ્યક્તિ નિયમિત ગુપ્ત ડ્યૂટી પર હતાં.

આ ઘટના અંગે દિલ્હી પોલીસના સૂત્રોએ જણાવ્યું હતું કે, દિલ્હી પોલીસ આ ચાર વ્યક્તિઓને ખેંચીને લઈ ગઈ હતી અને તેમની પૂછપરછ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સીબીઆઈમાં નંબર વન અને નંબર ટુ અધિકારીઓ વચ્ચેની ખેંચતાણના કારણે સીબીઆઈમાં ભારે ધમાસાણ મચ્યું છે. આ ઘટના પગલે સરકાર દ્વારા સીબીઆઈના બંને અધિકારીઓને ફરજિયાત રજા ઉપર ઉતારી દેવામાં આવ્યા છે.