Night Curfew/ હિમાચલ પ્રદેશમાં હવે નાઇટ કર્ફ્યુ નહીં, લગ્ન સહિત અન્ય સમારોહમાં પણ છૂટછાટ

રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાયો છે, તેથી હવે રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ લાગુ થશે નહીં. આ સાથે સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય અને અન્ય પ્રકારના મેળાવડા પર પણ છૂટ આપવામાં આવી છે

Top Stories India
NIGHT

હિમાચલ પ્રદેશમાં કોરોના સંક્રમણને રોકવા લાદવામાં આવેલ નાઈટ કર્ફ્યુ હટાવી લેવામાં આવ્યો છે. રાજ્ય કેબિનેટમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાયો છે, તેથી હવે રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ લાગુ થશે નહીં. આ સાથે સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય અને અન્ય પ્રકારના મેળાવડા પર પણ છૂટ આપવામાં આવી છે. આવા કાર્યક્રમો દરમિયાન સ્થળની કુલ ક્ષમતાના 50 ટકા એકત્ર થઈ શકે છે. લોકો 50 ટકા ક્ષમતા સાથે લગ્ન સમારોહમાં પણ આવી શકશે.

આ પણ વાંચો:  આવતીકાલે નવી કોરોના SOP જાહેર થશે ?, નાઇટ કર્ફ્યૂનો સમય 12થી 5નો કરવા વિચારણા

રાજ્ય કેબિનેટમાં લેવાયેલા નિર્ણય મુજબ હવે રાજ્યમાં કોરોના સંક્રમણના કેસમાં ઘટાડો નોંધાયો છે, તેથી હવે રાજ્યમાં રાત્રિ કર્ફ્યુ લાગુ થશે નહીં. આ સાથે સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, રાજકીય અને અન્ય પ્રકારના મેળાવડા પર પણ છૂટ આપવામાં આવી છે. આવા કાર્યક્રમો દરમિયાન સ્થળની કુલ ક્ષમતાના 50 ટકા એકત્ર થઈ શકે છે. લોકો 50 ટકા ક્ષમતા સાથે લગ્ન સમારોહમાં પણ આવી શકશે. બુધવારે સત્તાવાર નિવેદન શેયર કરતી વખતે આ માહિતી આપવામાં આવી હતી. હિમાચલમાં 1 ફેબ્રુઆરીએ કોરોના ચેપના કુલ કેસોની સંખ્યા 9,672 હતી, જે 8 ફેબ્રુઆરી સુધીમાં ઘટીને 4,812 થઈ ગઈ છે.

અધિકારીનાં જણાવ્યું મુજબ , બુધવારે મુખ્યમંત્રી જય રામ ઠાકુરની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં નાઈટ કર્ફ્યુ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 5 જાન્યુઆરીએ નાઈટ કર્ફ્યુ લાગુ કરવામાં આવ્યો હતો, જે મુજબ રાત્રે 10 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. 31 જાન્યુઆરીના રોજ તેમાં ફેરફાર કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાગુ કરવામાં આવ્યા હતા. જો કે નાઈટ કર્ફ્યુ હવે હટાવી લેવામાં આવ્યો છે, અધિકારીએ કહ્યું કે લગ્ન સમારોહ અને અંતિમ સંસ્કાર સહિત તમામ સામાજિક, ધાર્મિક, રાજકીય, સાંસ્કૃતિક કાર્યક્રમોમાં માત્ર 50 ટકા લોકોને જ મંજૂરી આપવામાં આવશે.

આ પણ વાંચો:CM યોગીનું ‘વિજય સુનિશ્ચિત’ વાળું ટ્વિટ, PM મોદી સાથેની નવી તસવીર

આ પણ વાંચો:એક કરોડથી વધુ કિશોરોને બંને ડોઝ મળ્યા, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું