IPL Auction/ શાહરૂખ ખાનને ફરી એકવાર પ્રીતિ ઝીન્ટાની ટીમે ખરીદ્યો,જાણો વિગત

આ વખતે પણ પંજાબે શાહરૂખને 9 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. શાહરૂખને ફરી એકવાર પ્રીતિ ઝિન્ટાની ટીમે ખરીદ્યો છે.

Top Stories Sports
6 12 શાહરૂખ ખાનને ફરી એકવાર પ્રીતિ ઝીન્ટાની ટીમે ખરીદ્યો,જાણો વિગત

આઇપીએલના મેગા ઓક્શનમાં અનેક ખેલાડીઓ કરોડો રૂપિયામાં વેચાયા હતા જ્યારે દિગ્ગજ ખેલાડીઓ મસમોટી રકમમાં વેચાયા છે. જ્યારે  અનકેપ્ડ ખેલાડી શાહરૂખ ખાનની પણ બોલી લગાવી હતી. તેની મૂળ કિંમત 40 લાખ રૂપિયા હતી. છેલ્લી વખત પંજાબ કિંગ્સે શાહરૂખને લગભગ 5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ વખતે પણ પંજાબે શાહરૂખને 9 કરોડ રૂપિયામાં ખરીદ્યો છે. શાહરૂખને ફરી એકવાર પ્રીતિ ઝિન્ટાની ટીમે ખરીદ્યો છે.

ઉલ્લેખનીય છે કે  IPL 2022માં કુલ 10 ટીમો  આ વખતે ભાગ લઇ રહી છે . આ વર્ષે લખનઉ સુપરજાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સ લીગમાં  જોડાઈ છે.  BCCI દ્વારા હરાજી માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે. પહેલા આ સંખ્યા 590 હતી પરંતુ છેલ્લી ઘડીએ IPL ગવર્નિંગ કાઉન્સિલે અંડર-19 વર્લ્ડ કપ 2022ના 10 ખેલાડીઓને પણ હરાજીમાં સામેલ કરવાનો નિર્ણય લીધો હતો. તમામ ટીમો પોતાની મજબૂત ટીમ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. IPL હરાજીનો પ્રારંભ સમય સવારે 11 વાગ્યાનો છે. આ વખતે ઘણા ખેલાડીઓને મોટી રકમ મળવાની આશા છે.

હરાજી માટે શોર્ટલિસ્ટ કરાયેલા 600 ખેલાડીઓમાંથી લગભગ 370 ભારતીય અને 14 દેશોના કુલ 220 વિદેશી ખેલાડીઓ પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ટીમો પાસે તેમની ટીમમાં વધુમાં વધુ 217 ખેલાડીઓનો સમાવેશ કરવાની જગ્યા હોય છે. ધ્યાન રાખો કે 590 ખેલાડીઓમાંથી 228 કેપ્ડ છે જ્યારે બાકીના અનકેપ્ડ છે. બે ટીમો વધારવાનો ફાયદો ચોક્કસપણે ખેલાડીઓને થવાનો છે. તમામ ટીમોએ કુલ 33 ખેલાડીઓને રિટેન કર્યા છે. એક ટીમમાં વધુમાં વધુ 8 વિદેશી સહિત કુલ 25 ખેલાડીઓ હોઈ શકે છે.