Not Set/ જીપીસીબી નાં આદેશ બાદ પણ વટવા જીઆઇડીસી એકમ ચાલુ, પ્રદૂષણથી લોકોમાં રોષ

અમદાવાદ, અમદાવાદના વટવાના વીંઝોલગામે સ્થાનિકો વાયુ પ્રદુષણના કારણે પરેશાન થઈ ગયા છે. વટવા વિસ્તારમાં ખાનગી કંપનીઓ દ્વારા ઝેરી વાયુઓ છોડતા સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં છતાં પણ ઔદ્યોગિક એકમો દ્વારા વારંવાર ઝેરી વાયુઓ છોડવામાં આવે છે. મહત્વનું છે કે GPCB દ્વારા પણ એકમ બંધ કરવાના આદેશ કરવામાં આવ્યા […]

Ahmedabad Top Stories Gujarat
flhjhlkhkjhlk જીપીસીબી નાં આદેશ બાદ પણ વટવા જીઆઇડીસી એકમ ચાલુ, પ્રદૂષણથી લોકોમાં રોષ

અમદાવાદ,

અમદાવાદના વટવાના વીંઝોલગામે સ્થાનિકો વાયુ પ્રદુષણના કારણે પરેશાન થઈ ગયા છે. વટવા વિસ્તારમાં ખાનગી કંપનીઓ દ્વારા ઝેરી વાયુઓ છોડતા સ્થાનિકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. સ્થાનિકો દ્વારા અવારનવાર રજૂઆતો કરવામાં છતાં પણ ઔદ્યોગિક એકમો દ્વારા વારંવાર ઝેરી વાયુઓ છોડવામાં આવે છે.

મહત્વનું છે કે GPCB દ્વારા પણ એકમ બંધ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. પરંતુ કોના રહેમનજર હેઠળ આ એકમો હજુ ચાલુ રાખવામાં આવ્યા છે. તો ક્યારે તંત્ર દ્વારા જવાબદારી સ્વિકારી વાયુ પ્રદુષણ ફેલાવતા એકમો સામે કાર્યવાહી કરવામાં આવશે અને વીંઝોલ ગામજનોને ક્યારે ન્યાય મળશે અને વાયુ પ્રદુષણથી રાહત મળશે તે જોવું રહ્યું.

અમદાવાદ વટવામાં આવેલ એમઈઈ(MEE) કંપનીના અંદર પોલ્યુશન વાળું પાણી વાયુરૂપે છોડતા વીંઝોલગામ લોકો ભારે ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. તેઓએ ગુજરાત વડી અદાલત અને જીપીસીબીમાં પણ રજૂઆત કરી હતી અને જીપીસીબીના અધિકારીઓએ પણ ઔદ્યોગિક એકમ બંધ કરવાનો આદેશ કર્યો પરંતુ કોની રેમરાહ હેઠળ ચાલી રહ્યું છે તે પણ એક પ્રશ્નો ઉપજાવે છે અને તેમની પાછળ રાજકીય મોટા માથા હોવાનું પણ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે.

ત્યારે વીંઝોલ ગામના લોકોને ક્યારે ન્યાય મળશે અને વાયુ પ્રદુષણના કહેરથી ક્યારે વૃદ્ધ બાળકો અને યુવાનોને રાહત મળશે તે પણ એક પ્રશ્ન બની ઊભો રહ્યો છે.