Not Set/ આધાર કાર્ડ ની મદદથી શેલ્ટર હોમના ખોવાયેલા બાળકોને કરાશે ટ્રેક

બાળ આશ્રય ગૃહમાં રહેતા 30,000 થી વધારે બાળકોના આધાર કાર્ડ ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ સાથે જોડવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે આનાથી બાળ ગૃહોમાંથી ખોવાયેલા બાળકોનો રિપોર્ટ કરવા અને એમની સાથે જોટાયેલી જાણકારી મેળવવામાં મદદ મળી શકશે. ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ એ બધા બાળકોના કેન્દ્રીય ડેટાબેઝ રૂપે કામ કરે છે, જેઓ દેશના વિભિન્ન ભાગમાંથી ખોવાઈ ગયા છે. […]

Top Stories India
aadhaar 647 030617111602 આધાર કાર્ડ ની મદદથી શેલ્ટર હોમના ખોવાયેલા બાળકોને કરાશે ટ્રેક

બાળ આશ્રય ગૃહમાં રહેતા 30,000 થી વધારે બાળકોના આધાર કાર્ડ ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ સાથે જોડવામાં આવ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે આનાથી બાળ ગૃહોમાંથી ખોવાયેલા બાળકોનો રિપોર્ટ કરવા અને એમની સાથે જોટાયેલી જાણકારી મેળવવામાં મદદ મળી શકશે. ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ એ બધા બાળકોના કેન્દ્રીય ડેટાબેઝ રૂપે કામ કરે છે, જેઓ દેશના વિભિન્ન ભાગમાંથી ખોવાઈ ગયા છે. આ ખોવાયેલા બાળકોને શોધવામાં સહાયતા માટે એક પ્લેટફોર્મ ઉપલબ્ધ કરાવવાનું કામ કરે છે. આ પોર્ટલ બાળ ગૃહો, પોલીસ વિભાગ અને રાજ્ય સરકારો વચ્ચે સમન્વયમાં સહાયતા કરે છે.

aadhar 1511768161 e1533985312347 આધાર કાર્ડ ની મદદથી શેલ્ટર હોમના ખોવાયેલા બાળકોને કરાશે ટ્રેક

મહિલા એવં બાળ વિકાસ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે બાળ ગૃહો માં રહેતા બાળકોની સંખ્યાની જાણકારી માટે સરકાર બાળ ગૃહો ના બાળકોના આધાર કાર્ડ આ પોર્ટલ સાથે લિંક કરાવી રહી છે. હાલ સુધીમાં 30835 બાળકોને લિંક કરી દેવામાં આવ્યા છે. દેશભરમાં 90,000થી વધારે બાળ ગૃહોમાં કુલ 2,61,566 બાળકો રહે છે. એમના આધાર કાર્ડને ટ્રેક ચાઈલ્ડ સાથે લિંક કરવાનો હેતુ ખોવાયેલા બાળકોને શોધવામાં સહાયતા કરવાની છે.

અધિકારીએ જણાવ્યું કે મંત્રાલયે આ સંબંધિત હિતધારકો સાથે બધા બાળ ગૃહોમાં બાળકોની આધાર નોંધણી સુનિશ્ચિત કરવા માટે કહ્યું છે. રાજ્ય સરકારો દ્વારા આવશ્યક પગલાં લેવામાં આવ્યા છે. ટ્રેક ચાઈલ્ડ પોર્ટલ પર બાળકોની આધાર વિગતો મુકવા માટેનું પ્રાવધાન પહેલેથી જ કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે છેલ્લા કેટલાક સમયથી દેશમાં ઘણા ભાગમાં બાળ ગૃહો માંથી બાળકો ગુમ થવાની ખબર આવી છે. આને જોતા આ પ્રયાસોને ઝડપી કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય અપરાધ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી)ના રિપોર્ટ મુજબ વર્ષ 2014, 2015 અને 2016માં ક્રમશઃ કુલ 68,874, 60,443 અને 63,407 બાળકો ખોવાયા હતા.