Not Set/ ધારાસભ્ય વસોયા, દુધાત અને પાસ કન્વીનર હાર્દિક પટેલને મુકત કરાયા

ધોરાજી. ધોરાજીના ભુખી ગામે ધારાસભ્ય લલીત વસોયાએ આપેલી જળ સમાધીની ચીમકીના પગલે આજે ભુખી ગામે સંમેલન યોજાયું હતું. ધારાસભ્ય વસોયા, તથા તેમના સાથી 11 ધારાસભ્યો, પાસના કન્વીનર હાર્દિક પટેલ, આગેવાનો અને ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ધારાસભ્ય લલીત વસોયા, હાર્દિક પટેલ અને ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિતના આગેવાનો દુષિત પાણીના પ્રશ્નને લઈ આજે ભાદર-2 […]

Top Stories Rajkot Gujarat Politics
khlkjhlkhlkhklhkhkhkhkjhkjhdlkjhdljhlkhlkjhlkhldfsjhlkdfjhlkfjhslkj ધારાસભ્ય વસોયા, દુધાત અને પાસ કન્વીનર હાર્દિક પટેલને મુકત કરાયા

ધોરાજી.

ધોરાજીના ભુખી ગામે ધારાસભ્ય લલીત વસોયાએ આપેલી જળ સમાધીની ચીમકીના પગલે આજે ભુખી ગામે સંમેલન યોજાયું હતું.

ધારાસભ્ય વસોયા, તથા તેમના સાથી 11 ધારાસભ્યો, પાસના કન્વીનર હાર્દિક પટેલ, આગેવાનો અને ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ધારાસભ્ય લલીત વસોયા, હાર્દિક પટેલ અને ધારાસભ્ય પ્રતાપ દુધાત સહિતના આગેવાનો દુષિત પાણીના પ્રશ્નને લઈ આજે ભાદર-2 ડેમ ખાતે જળ સમાધી લે તે પૂર્વે મહાસભા યોજી હતી.

આ સભા પૂરી થાય તે પૂર્વે પોલીસે ધારાસભ્ય લલિત વસોયા, પ્રતાપ દુધાત અને પાસ નેતા હાર્દિક પટેલ સહિતનાઓની અટકાયત કરી જેતપુર ખાતે ડીવાયએસપી કચેરી ખાતે લઈ ગયા હતા. આજે બપોર બાદ ડીવાયએસપી જે. એમ. ભરવાડ દ્વારા અટકાયત કરેલા ધારાસભ્ય સહિતના લોકો સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી પૂર્ણ થયા પછી બપોર બાદ આ તમામને મુક્ત કરવામાં આવ્યા હતા.