Politics/ પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે ગયેલા નરોત્તમ મિશ્રા પોતે પૂરની વચ્ચે ફસાયા

રાજ્યનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પોતે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે બહાર આવ્યા હતા. બુધવારે, નરોત્તમ મિશ્રા પૂરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરવા માટે દાતિયા પહોંચ્યા હતા.

Top Stories India
નરોત્તમ મિશ્રા

કોરોનાકાળ વચ્ચે મધ્યપ્રદેશ હાલનાં દિવસોમાં પૂરનો સામનો કરી રહ્યું છે. રાજ્યનાં શિવપુરી, શ્યોપુર, ગ્વાલિયર અને દતિયા જિલ્લામાં સતત વરસાદને કારણે લગભગ 1,171 ગામો પૂરની ચપેટમાં આવી ગયા છે.

આ પણ વાંચો – ખેડૂતોનું આંદોલન / દેશભરમાં ખેડૂતો તિરંગા રેલી કાઢશે, 15 ઓગસ્ટે ખેડૂત-મજૂર સ્વાતંત્ર્ય સંગ્રામ દિવસ ઉજવશે

શિવપુરીમાં 200 થી વધુ ગામો પાણીમાં ડૂબી ગયા છે. રાજ્યનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા પોતે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેવા માટે બહાર આવ્યા હતા. બુધવારે, નરોત્તમ મિશ્રા પૂરગ્રસ્ત વિસ્તારની સમીક્ષા કરવા માટે દાતિયા પહોંચ્યા હતા. પરંતુ તે પોતે પૂરની વચ્ચે ફસાઈ ગયા હતા. જેમને એરફોર્સની મદદથી એરલિફ્ટ થવું પડ્યું હતું. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાને પૂરગ્રસ્ત દાતિયા જિલ્લાનાં સર્વે દરમ્યાન જાણવા મળ્યું કે, નવ લોકો ટેરેસ પર ફસાયેલા છે. આ વાતની જાણ થતા રાજ્યનાં ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ પહેલા મોટર બોટ મારફતે આ લોકોને ત્યાંથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે જ સમયે મોટર બોટ પર ઝાડ પડવાને કારણે તેને નુકસાન થયું હતું. આ પછી, વાયુસેનાનાં હેલિકોપ્ટરને ત્યાં બચાવ માટે બોલાવવામાં આવ્યા હતા. સૌ પ્રથમ, ગૃહમંત્રીએ હેલિકોપ્ટર દ્વારા નવ લોકોને એરલિફ્ટ કરાવ્યા અને તે પછી ડો.નરોત્તમ મિશ્રા પોતે એરલિફ્ટ થયા અને હેલિકોપ્ટરમાં સવાર થયા. ગૃહ મંત્રીએ બચાવ કામગીરી અને રાહત શિબિરોની દેખરેખ રાખવા માટે દાતિયા જિલ્લાના અનેક પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી છે.

આ પણ વાંચો – નવી સંસદ / સેન્ટ્રલ વિસ્ટા એવન્યુ પર અત્યાર સુધીમાં 301 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે,સરકારે રાજ્યસભામાં આપી માહિતી

એરલિફ્ટ કરાવ્યા બાદ ગૃહમંત્રી ડો.નરોત્તમ મિશ્રા પોતે એરલિફ્ટ થયા બાદ નેશનલ હાઇવે પર ઉતર્યા હતા. કોટરા ગામ સંપૂર્ણપણે પાણીથી ઘેરાયેલું હતું અને લગભગ એક માળ સુધી મકાનો છલકાઈ ગયા હતા, જેના કારણે લોકો છત પર આવી ગયા હતા. બીજી તરફ કોંગ્રેસે આ ઘટનાની ટીકા કરી છે અને તેને પબ્લિસિટી સ્ટંટ ગણાવ્યુ છે. કોંગ્રેસનાં નેતા ભૂપેન્દ્ર ગુપ્તાએ કહ્યું કે, અમારા ગૃહમંત્રીએ જે રીતે સ્પાઇડરમેનની જેમ કામ કરવાનો પ્રયાસ કર્યો તે તેમના માટે, ફસાયેલા લોકો અને તેમની સાથે રહેલા લોકો માટે જોખમી હતુ. તે માત્ર પબ્લિસિટી સ્ટંટ હતો. ભારે વરસાદને કારણે આવેલા પૂરને કારણે મધ્યપ્રદેશમાં ભારે વિનાશ સર્જાયો છે. ગ્વાલિયર-ચંબલ ઝોનમાં પૂરને કારણે મોટું નુકસાન થયું છે. પાણી પુલને ધોઈ ગયું છે, તેથી રેલ માર્ગનો રસ્તો ખોરવાઈ ગયો છે. ઘણા ગામો હજુ પણ પાણીથી ઘેરાયેલા છે. રાહત અને બચાવ કાર્યમાં સેનાની મદદ લેવામાં આવી રહી છે.