પ્રતિક્રિયા/ ડમી કૌભાંડને દબાવવા માટે ડમી કૌભાંડને ઉજાગર કરનારની જ ધરપકડ – હેમાંગ રાવલ

નોકરીના કૌભાંડો અને ડમીપેપર કાંડના કૌભાંડો બહાર પાડનાર અને ગુજરાતના 40 લાખ બેરોજગારોનો અવાજ બનીને સતત તેમની પડખે રહેનાર યુવરાજસિંહની આજે ધરપકડ કરવામાં આવી છે

Top Stories Gujarat
12 ડમી કૌભાંડને દબાવવા માટે ડમી કૌભાંડને ઉજાગર કરનારની જ ધરપકડ - હેમાંગ રાવલ

ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયેલા પેપર કૌભાંડો, નોકરીના કૌભાંડો અને ડમીપેપર કાંડના કૌભાંડો બહાર પાડનાર અને ગુજરાતના 40 લાખ બેરોજગારોનો અવાજ બનીને સતત તેમની પડખે રહેનાર યુવરાજસિંહની આજે ધરપકડ કરવામાં આવી છે. યુવરાજસિંહ પર ખંડણી,એક્સ્ટ્રોશનની કલમો જે દાઉદ ઈબ્રાહીમ અને લતીફ ઉપર લગાવવામાં આવે તે પ્રમાણેની કલમો લગાવીને તેમને આરોપી બનાવવામાં આવ્યા છે. આખા દિવસની લાંબી પૂછપરછ બાદ તેમની ધરપકડ કરવામાં આવી છે સ્વાભાવિક છે કે ડમીપેપર કાંડને બીજી તરફ વાળવા માટે થઈને અને તેના મુખ્ય આરોપી પર મીડિયાનું ધ્યાન ન આવે તેવા પ્રકારનો એક કારસો રચવામાં આવ્યો હોય તેવું લાગી રહ્યું છે.

ભલે કાયદો કાયદાનું કામ કરે અમને કાયદા અને ન્યાયતંત્ર ઉપર પૂર્ણ વિશ્વાસ છે પરંતુ સાથે સાથે આવા યુવાનો કે જે સત્ય માટે લડી રહ્યા છે તેમને એક અથવા બીજી રીતે દબાવવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય તો તે નિંદનીય છે ડમીપેપર કાંડના આરોપીઓ અને ભૂતકાળમાં યુવરાજસિંહે આપેલા પુરાવા સહિત જેટલા પણ કૌભાંડો થયા છે તેમના આરોપીઓને પણ જલ્દીથી સજા થવી જોઈએ અને દાખલો બેસાડવો જોઈએ.

જો એક આરોપીના કહેવાથી યુવરાજસિંહની ધરપકડ થઈ જતી હોય અને યુવરાજસિંહને આરોપી બનાવાતા હોય તો હવે યુવરાજસિંહના કહેવાથી શા માટે જીતુભાઈ વાઘાણીની પૂછપરછ નથી થતી, શા માટે અન્ય સત્તાધીશોની પૂછપરછ નથી થતી? શું તેઓ માટે અલગ કાયદો અને કાનૂન છે?