Patan-Heavyrain/ ગુજરાતમાં પાટણમાં 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ પાટણમાં ખાબક્યો હતો. પાટણ પર વરસાદે રીતસરની મેઘસવારી બોલાવી હોય તેમ ત્યાં છેલ્લા 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

Top Stories Gujarat
Gujarat Heavy rain 1 ગુજરાતમાં પાટણમાં 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ Patan-Heavyrain પાટણમાં ખાબક્યો હતો. પાટણ પર વરસાદે રીતસરની મેઘસવારી બોલાવી હોય તેમ ત્યાં છેલ્લા 24 કલાકમાં 6.5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. તેના પછી કોટડાસાંગાણી અને માણસામાં પાંચ ઇચ વરસાદ ખાબક્યો છે. તેના લીધે ઇટાદરા ગામનો મોટો હિસ્સો પાણીમાં છે. એસટી સ્ટેન્ડથી લઈ બજાર બધુ પાણીમાં છે. છેલ્લા 24 કલાકમાં 245 તાલુકામાં સાર્વત્રિક વરસાદ રહ્યો છે

ગુજરાતમાં સવારે 8 વાગ્યા સુધી રાજ્યના 62 તાલુકામાં Patan-Heavyrain વરસાદ ખાબક્યો છે. જેમાં લુણાવાડામાં સૌથી વધારે 2.8 ઈંચ, મોડાસામાં 2.4 ઈંચ, વિરપુરમાં 1.9 ઈંચ, માણસામાં 1.5 ઈંચ, ધનસુરામાં 1.4 ઈંચ વરસાદ આવ્યો છે. તથા પ્રાંતિજમાં 1.3 ઈંચ, દાંતા અને શહેરામાં 1 ઈંચ વરસાદ ખાબક્યો છે.

માલપુર અને તલોદમાં 1 ઈંચ વરસાદ વરસાદ સાથે Patan-Heavyrain છેલ્લા 24 કલાકમાં 245 તાલુકામાં સાર્વત્રિક વરસાદ રહ્યો છે. જેમાં સૌથી વધુ પાટણના સાંતલપુરમાં 6.5 ઈંચ વરસાદ આવ્યો છે. કોટડાસાંગાણી અને માણસામાં 5 ઈંચ વરસાદ, અબડાસા, સૂઈગામ, ખંભાળિયા, ઉપલેટામાં 4.5 ઈંચ તેમજ તલોદ, દહેગામ અને વંથલીમાં 4.1 ઈંચ વરસાદ સાથે ગોંડલ, બરવાળા અને ચોટીલામાં 3.6 ઈંચ વરસાદ પડ્યો છે.

ગઢડા, કેશોદ અને વડગામમાં 3.4 ઈંચ વરસાદ સાથે Patan-Heavyrain રાપર, નડિયાદ, કડી, પ્રાંતિજ અને વાપીમાં 3 ઈંચ અને માંગરોળ, રાજકોટ અને દાંતીવાડામાં પણ 3 ઈંચ વરસાદ પડ્યો છે. કપરાડા, ધનસુરા અને સિદ્ધપુરમાં 2.7 ઈંચ વરસાદ સાથે લોકોને હાલાકી પડી રહી છે.

આ પણ વાંચોઃ Driver Negligence/ બસ ડ્રાઇવરની બેદરકારી લોકોને મોતના મુખમાં લઈ ગઈ

આ પણ વાંચોઃ Husband-Infidelity/ પતિના મોબાઈલમાં પુત્રી ગેમ રમવા લાગી અને નીકળ્યા અનેક ‘રાઝ’

આ પણ વાંચોઃ North India-Heavyrain/ ઉત્તર ભારતમાં વરસાદ બન્યો આકાશી આફતઃ દિલ્હીમાં પૂરનું જોખમ

આ પણ વાંચોઃ Fraud/ પત્નીના પૈસાથી અભ્યાસ કર્યો, અધિકારી બનતા જ બીજા લગ્ન કરી લીધા

આ પણ વાંચોઃ Building Collapse/ અમદાવાદના મીઠાખળીમાં જૂનું મકાન ધરાશાયી થતાં પાંચ દટાયા, એકનું મોત