રાજકોટ/ તહેવારોમાં કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા 108 એમ્બ્યુલન્સની વાન રાઉન્ડ ધ કલોક સ્ટેન્ડ ટુ રહેશે

રાજકોટ માંનવું વર્ષ અને ભાઈ બીજના તહેવારોમાં સામાન્ય દિવસ કરતા અકસ્માત, વાયરલ તાવ, દાઝવાના બનાવો વધી જતા હોઈ છે.

Gujarat Rajkot
Untitled 61 તહેવારોમાં કોઈપણ ઇમરજન્સીને પહોંચી વળવા 108 એમ્બ્યુલન્સની વાન રાઉન્ડ ધ કલોક સ્ટેન્ડ ટુ રહેશે

રાજયમાં  હાલ  દિવાળી માહોલ જોવા  મળી રહ્યો છે. આજે  લોકો દિવાળીના તહેવારમાં ફટાકડા ફોડશે ત્યારે કોઈ  અનિચ્છનીય બનાવ ન થાય તેને લઈને આરોગ્ય સંબંધી સારવાર માટે રાજ્ય સરકાર દ્વારા 108 ઇમરજન્સી સેવા સદા મદદ માટે તત્પર રહેતી હોઈ છે.  રાજકોટ માંનવું વર્ષ અને ભાઈ બીજના તહેવારોમાં સામાન્ય દિવસ કરતા અકસ્માત, વાયરલ તાવ, દાઝવાના બનાવો વધી જતા હોઈ છે. છેલ્લા પાંચ વર્ષના તહેવારોના આંકડા પરથી ખાસ ફોરકાસ્ટ ટેબલ તૈયાર કરી 108 ની સર્વિસની જરૂરિયાતમાં કેટલા ગણો વધારો થશે તેનો અંદાજ લગાવી તે મુજબ આરોગ્ય ટીમ સુનિશ્ચિત કરવામાં આવે છે.

આ પણ વાંચો ;પરંપરા / બોલીવુડના બાદશાહ ખાને 20 વર્ષની પરંપરા તોડી,ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી

ફોરકાસ્ટ મુજબ ટ્રોમાના કેઈસ સામાન્ય દિવસના 20 થી 22 ની સામે દિવાળીના દિવસોમાં  કેસ લગભગ બમણા એટલે કે 45 થી 55 જેટલા જોવા મળે છે. જેને લઈને રાજકોટ શહેરમાં 17 મળીને જિલ્લામાં 40 જેટલી 108 વાન 24 કલાક માટે ઉપલબ્ધ રાખવામાં આવી છે.રોડ અકસ્માત, હૃદય રોગ, તાવ ,પ્રસૂતા મહિલાઓને ઈમરજન્સીમાં એમ્બ્યુલન્સ દ્વારા જ સારવાર સ્થળ પર મળી રહે તે માટે ઓક્સિજન, દવા સહિતનો વધારાનો જથ્થો ઉપલબ્ધ રાખવામાં આવ્યો .

સામાન્ય દિવસો કરતા કેઈસ વધવાના કારણ અંગે જણાવે છે કે, લોકો રજાના દિવસોમાં બહાર હરવા ફરવા જતા હોઈ અકસ્માત તેમજ ખોરાકના કારણે રોગો વધવાની સંભાવના વધી જતી હોઈ છે. 108 ની ટીમ સમયસર સ્થળ પર જઈ ગોલ્ડન ટાઈમમાં સતત મદદરૂપ બની અનેક માનવ ઝીંદગી બચાવવામાં મદદરૂપ બની રહી છે, ત્યારે દીપાવલી તહેવારો દરમ્યાન લોકોની આરોગ્ય સંબંધી સેવાઓ જળવાઈ રહે તે માટે ટીમ 108 સજ્જ છે.

આ પણ વાંચો ;દિવાળી વિશેષ / આ ગામમાં વર્ષ દરમિયાન કોઇ પણ દિવસે દિવાળીની ઉજવણી કરવામાં આવે છે..જાણો કેમ..