Not Set/ ઇજીપ્તના સિનાઇ રાજ્યમાં એક મસ્જીદ પર આતંકવાદી હુમલો, 55 લોકોનાં મોત

ઈજીપ્ત: ઇજીપ્તના સિનાઇ રાજ્યમાં એક મસ્જીદ પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં 55 જેટલા લોકો માર્યા ગયા છે અને 75થી વધુ લોકો ઘવાયા છે. ઇજીપ્તના સિનાઇ રાજ્યમાં અલ-બરિશની નજીક આવેલ અલ-રાવદાની એક મસ્જીદ પર આ હુમલો થયો છે. આજે જ્યારે લોકો મસ્જીદમાં નમાજ માટે ભેગા થયા હતા ત્યારે જ કેટલાંક હુમલાખોરોએ પહેલા મસ્જીદ પર […]

Top Stories
rawda mosque egypt EDITED ઇજીપ્તના સિનાઇ રાજ્યમાં એક મસ્જીદ પર આતંકવાદી હુમલો, 55 લોકોનાં મોત

ઈજીપ્ત:

ઇજીપ્તના સિનાઇ રાજ્યમાં એક મસ્જીદ પર આતંકવાદી હુમલો થયો છે. આ હુમલામાં 55 જેટલા લોકો માર્યા ગયા છે અને 75થી વધુ લોકો ઘવાયા છે. ઇજીપ્તના સિનાઇ રાજ્યમાં અલ-બરિશની નજીક આવેલ અલ-રાવદાની એક મસ્જીદ પર આ હુમલો થયો છે. આજે જ્યારે લોકો મસ્જીદમાં નમાજ માટે ભેગા થયા હતા ત્યારે જ કેટલાંક હુમલાખોરોએ પહેલા મસ્જીદ પર બોમ્બ ફેક્યો હતો, જેનાથી મસ્જીદમાં નાસભાગ મચી ગઇ હતી. લોકો મસ્જીદની બહાર દોડી આવ્યા હતા, ત્યારે જ મસ્જીદની બહાર ઊભેલા હુમલાખોરોએ તેમના પર આડેધડ ગોળીબારી કરી હતી. થોડા દિવસ પહેલા પણ સિનાઇમાંજ સૈનિકો પર પણ એક મોટો કટ્ટરપંથી હુમલો થયો હતો. વર્ષ 2013માં ઇજીપ્તના તત્કાલીન રાષ્ટ્રપતિ મોહમ્મદ મોર્સીને બરતરફ કરાયા હતા. ત્યારથી જ આ વિસ્તારમાં કટ્ટરપંથી હુમલાઓ વધી ગયા છે.