Bharat Jodo Nyay Yatra/ આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા પર હુમલો, કોંગ્રેસનો આક્ષેપ ‘પોસ્ટરો-બેનરો ફાડનાર BJPના માણસો’

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અરુણાચલ પ્રદેશ પહોંચી છે. આસામમાં ન્યાય જોડો યાત્રાના કાફલા પર હુમલો થતા કોંગ્રેસે ભાજપની સંડોવણી હોવાનું જણાવ્યું.

Top Stories India
Mantay 92 આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા પર હુમલો, કોંગ્રેસનો આક્ષેપ ‘પોસ્ટરો-બેનરો ફાડનાર BJPના માણસો’

રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા અરુણાચલ પ્રદેશ પહોંચી છે. આસામમાં ન્યાય જોડો યાત્રાના કાફલા પર કથિત હુમલાખોરો દ્વારા પોસ્ટરો અને બેનરો ફાડવામાં આવ્યા. આ ઘટનાને લઈને કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કરતા પોસ્ટરો-બેનરો ફાડનાર માણસો ભાજપના હોવાનો આક્ષેપ મૂક્યો. કોંગ્રેસ પાર્ટીએ સોશિયલ મીડિયા પર અરુણાચલ પ્રદેશ પહોંચતી ન્યાય યાત્રાની જાણકારી આપતા નેતાઓની પ્રતિક્રિયા સામે આવી.

download 1 આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા પર હુમલો, કોંગ્રેસનો આક્ષેપ ‘પોસ્ટરો-બેનરો ફાડનાર BJPના માણસો’

કોંગ્રેસ નેતા જયરામે કહ્યું કે ભાજપ અમારી ભારત જોડો ન્યાય યાત્રાથી ડરી ગયું છે. હું બીજેપી અધ્યક્ષ જે.પી.નડ્ડાજીને આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાને માત્ર 2 વાત કહેવાની વિનંતી કરું છું. પ્રથમ એ કે આરએસએસ-ભાજપ પ્રત્યેની તેમની વફાદારીના કોઈ નવા પુરાવાની જરૂર નથી. બીજી વાત એ કે જે રૂટ પરથી જે.પી. નડ્ડાજીની રેલી નીકળી હતી તે જ રૂટ પરથી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ કાઢવાની પરવાનગી આપો. અમને આસામના સીએમની વફાદારીના પુરાવાની જરૂર નથી.

19 01 2024 bharat jodo yatra new 23632971 આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા પર હુમલો, કોંગ્રેસનો આક્ષેપ ‘પોસ્ટરો-બેનરો ફાડનાર BJPના માણસો’

પાર્ટીના નેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે અમે ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દ્વારા આસામની સુંદરતા, સાંસ્કૃતિક ઈતિહાસ અને સમન્વયને હાઈલાઈટ કરી રહ્યા છીએ. ત્યારે ભાજપ સરકાર પોતાની નાનકડી માનસિકતાથી લોકોને વારંવાર પરેશાન કરી રહી છે.

રાહુલ ગાંધી વિવિધ સ્થળોની મુલાકાત લઈને શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે અને આ યાત્રાને ભારે જનસમર્થન મળી રહ્યું છે. કોંગ્રેસની આ યાત્રાથી ભાજપ ડરી જતા પોતાના ગુંડાઓને જુદા જુદા શહેરોમાં જઈને દુકાનદારો, વેપારીઓ, હાથગાડીના ચાલકો અને યુવાનોને ધમકાવી રહ્યા છે. આ દર્શાવે છે કે ભાજપના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની ઊંઘ ઉડી ગઈ છે.

nyay yatra 1705739735 આસામમાં ભારત જોડો ન્યાય યાત્રા પર હુમલો, કોંગ્રેસનો આક્ષેપ ‘પોસ્ટરો-બેનરો ફાડનાર BJPના માણસો’

કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ આસામમાં યાત્રા પર થયેલ આ હુમલાની નિંદા કરતા કાયદાકીય કાર્યવાહી કરવાની ચેતવણી આપી. તેમણે કહ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભાજપે બંધારણ દ્વારા દેશની જનતાને આપવામાં આવેલા દરેક અધિકાર અને ન્યાયને ભૂંસી નાખવાનો પ્રયાસ કર્યો છે. ભાજપ લોકોના અવાજને દબાવવા માંગે છે અને તેના દ્વારા લોકશાહીને કબજે કરવા માંગે છે.

કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે શનિવારે (20 જાન્યુઆરી) આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે 22 જાન્યુઆરીએ ભારત જોડો ન્યાય યાત્રાનો નવમો દિવસ છે. રાહુલ ગાંધી સવારે 7 વાગ્યે નાગાંવ જિલ્લાના બોરદોવા સત્રમાં જશે અને શ્રી શંકરદેવને શ્રદ્ધાંજલિ આપશે. રાહુલ 18 જાન્યુઆરીથી આસામમાં હતા. તેઓ 25 જાન્યુઆરી સુધી અહીં રોકાશે. રાહુલ ગાંધી અયોધ્યામાં અભિષેકના દિવસે આસામના નાગાંવ જિલ્લામાં શ્રી શંકરદેવના જન્મસ્થળ બોરદોવા સત્રાની મુલાકાત લેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ayodhya ram mandir/મન મોહી લે તેવો ચહેરો, કપાળ પર તિલક…રામલલાના ચહેરાની પ્રથમ તસવીર જાહેર; ઘરે બેસીને કરો દર્શ

આ પણ વાંચો: