અયોધ્યા રામમંદિર/ અયોધ્યા રામ મંદિર: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને CM યોગીની લોકોને અપીલ, અયોધ્યામાં કડક સુરક્ષા, 20 જાન્યુઆરી પછી પ્રવેશ નહીં

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરી દિવસને લઈને લોકોને ખાસ અપીલ કરી છે. યોગી આદિત્યનાથે કહ્યું કે ‘દેશના તમામ સ્થાનો પરથી લોકો આ ઉજવણીમાં સામેલ થવા આવી રહ્યા છે.

Top Stories India
Mantay 85 અયોધ્યા રામ મંદિર: પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને CM યોગીની લોકોને અપીલ, અયોધ્યામાં કડક સુરક્ષા, 20 જાન્યુઆરી પછી પ્રવેશ નહીં

અયોધ્યામાં રામ મંદિરના અભિષેક માટે દેશમાં ઉત્સાહનો માહોલ છે. 22 જાન્યુઆરીએ યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને લઈને અયોધ્યામાં સુરક્ષામાં વધારો કરાયો છે. દેશ માટે આ દિવસ ઐતિહાસિક બની રહેશે. 500 વર્ષ બાદ રામલલા મંદિરમાં સ્થાપિત થશે. આ દિવસની રામભક્તો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. શ્રી રામ ભગવાનની અવધ નગરી (અયોધ્યા) અત્યારે અભેદ્ય કિલ્લામાં ફેરવાઈ ગઈ છે. પ્રાણ પ્રતિષ્ઠા ભવ્ય સમારોહ માટે વીઆઈપી મહેમાનોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જેને લઈને અયોધ્યા જિલ્લા પ્રશાસને સુરક્ષાને લઈને પોલીસ સેવા ઉપરાંત કમાન્ડો પણ તૈનાત કર્યા છે.

કોણ છે સુપ્રીમ કોર્ટના 5 જજ? જેઓને અયોધ્યા રામ મંદિર માટે અપાયું સ્પેશ્યલ આમંત્રણ | 5 Supreme Court judges were given a special invitation to Ayodhya Ram Temple

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે 22 જાન્યુઆરી દિવસને લઈને લોકોને ખાસ અપીલ કરી છે. યોગી આદિત્યનાથે કહ્યું કે ‘દેશના તમામ સ્થાનો પરથી લોકો આ ઉજવણીમાં સામેલ થવા આવી રહ્યા છે. અયોધ્યામાં અત્યાર સુધી પ્રાણ પ્રતિષ્ઠાને લઈને થનાર તમામ કાર્યક્રમો આયોજન મુજબ થયા છે. આ દિવસે ફક્ત એ જ લોકો જ અયોધ્યા આવે જેમને આમંત્રણ આપવામાં આવ્યું છે. 22 જાન્યુઆરીના દિવસે ભક્તો અયોધ્યા આવવાના બદલે પોતાના ઘરમાં રહી ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા જુએ.’ યોગીએ રામભક્તોને અપીલ કરી કે ‘આપણે આટલો સમય રાહ જોઈએ છે તો થોડો વધુ વખત રાહ જુએ. અને 22 જાન્યુઆરી બાદ અયોધ્યામાં આવી રામલલાના દર્શન કરે’.

અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની તૈયારીઓ અંતિમ ચરણમાં છે. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની ઉજવણીમાં સુરક્ષાને પગલે આજથી 22 જાન્યુઆરી સુધી અયોધ્યામાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. સમારોહમાં સાત હજારથી વધુ મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમજ અયોધ્યાવાસીઓએ આઈડી કાર્ડ દર્શાવવાના રહેશે. પોલીસ પ્રશાસને અયોધ્યા ધામની અંદર રહેતા લોકોને 21 અને 22 જાન્યુઆરીએ બહાર ન આવવાની અપીલ કરી છે.

યુપી એટીએસ ફંક્શનની સુરક્ષાને લઈને એલર્ટ પર છે અને 4 બુલેટપ્રૂફ બખ્તરબંધ વાહનો પણ તૈનાત કરવામાં આવ્યા છે. આ વાહનોમાં UP ATSના લગભગ 100 કમાન્ડો તૈનાત છે અને કોઈપણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર છે. આ સાથે જિલ્લા હોસ્પિટલો અને મેડિકલ કોલેજો પણ એલર્ટ છે. સોમવારે અયોધ્યામાં રામ મંદિરના અભિષેકને ધ્યાનમાં રાખીને મહારાષ્ટ્ર અને કેન્દ્રશાસિત પ્રદેશો ચંદીગઢ અને પુડુચેરીએ 22 જાન્યુઆરીએ સંપૂર્ણ દિવસની સરકારી રજા જાહેર કરી છે, જ્યારે ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા અને હરિયાણામાં ઓફિસો અને સંસ્થાઓ બંધ રહેશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ayodhya ram mandir/મન મોહી લે તેવો ચહેરો, કપાળ પર તિલક…રામલલાના ચહેરાની પ્રથમ તસવીર જાહેર; ઘરે બેસીને કરો દર્શન

આ પણ વાંચો:સમાજવાદી પાર્ટી/અખિલેશ યાદવે પોસ્ટ શેર કરી ‘SP અને RLDએ કર્યું ગઠબંધન, બંને પાર્ટીના કાર્યકર્તાઓને ક્ષેત્રના વિકાસ માટે સાથ આપવા કરી અપીલ

આ પણ વાંચો:Nitish Kumar/ શું નીતિશ કુમાર NDAમાં પાછા ફરશે? ભાજપના નેતાએ પ્રવેશ માટે મૂકી આ શરત