Chamoli/ ઉત્તરાખંડમાં તબાહીની ઝપેટે ચડેલા ઋષિગંગા પાવર પ્રોજેક્ટ સામે કુદરત કોપાયમાન, જાણો ઇતિહાસ

પ્રકૃતિ આપણને અનેકવાર સુધરવાની તક આપે છે. પરંતુ તેના પર ધ્યાન ન આપવાનું પરિણામ છે કુદરતનો કોપ, કેદારનાથ આપત્તિ વખતે પણ આવું જ થયું હતું.છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વ કોરોના મહામારી

Top Stories
1

પ્રકૃતિ આપણને અનેકવાર સુધરવાની તક આપે છે. પરંતુ તેના પર ધ્યાન ન આપવાનું પરિણામ છે કુદરતનો કોપ, કેદારનાથ આપત્તિ વખતે પણ આવું જ થયું હતું.છેલ્લા એક વર્ષથી સમગ્ર વિશ્વ કોરોના મહામારી નો સામનો કરી રહ્યું છે તેની વચ્ચે રવિવારે ગ્લેશિયર તૂટવાના કારણે ઋષિગંગા પાવર પ્રોજેક્ટને ભારે નુકસાન પહોંચ્યું અને લગભગ 15 વર્ષથી નિર્માણધીન આ પાવર પ્રોજેક્ટ લગભગ 150 મજૂરો માટે શ્રાપ બની ગયો હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આ પ્રોજેક્ટ સાથે કાર્યરથ 100થી 150 મજૂરો ગુમ છે. તેમનું શું થયું તે ખબર નથી. પરંતુ પ્રકૃતિ સાથે છેડછાડનું પરિણામ આવું ભયાનક જ હોઈ શકે.

Chamoli / ઉતરાખંડ ગ્લેશિયર તબાહી, ટ્રેકિંગમાં ગયેલા ગુજરાતના આ શહેરના 50થી વધુ પ્રવાસીઓ સંપર્ક વિહોણા

આજે ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં જોશીમઠ પાસે આવેલા રૈણી ગામમાં આજે ભારે તબાહી મચી જવા પામી છે., ગ્લેશિયર તૂટવાના કારણે અનેક ગામડા ભીષણ સંકટમાં છે અને આ ભયાનક દુર્ઘટનાને જોતા કેદારનાથની ઘટના નજર સમક્ષ આવી રહી છે. જેનું એક કારણ એ છે કે એકવાર પ્રકૃતિના થપાટ ખાધા પછી પણ આપણે સુધર્યા નથી.છેલ્લા એક વર્ષથી કોરોનાની તપાસનો સામનો કરી રહેલી માનવજાતને હજુ કેટલી તબાહી ના સાક્ષી બનવાનું છે તેવો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે.

Image result for image of rishiganga power project

કૃષિ આંદોલન / રિહાના, ગ્રેટા અને ખલીફા બાદ વધુ એક વિદેશી સ્ટારે ખેડૂત આંદોલનને ટેકો આપતા કર્યુ ટ્વીટ

એ બાબત નોંધવી રહી કે ચમોલી ઉત્તરાખંડના વિસ્તારમાં જે તબાહી જોવા મળી છે તેનો ડર તે સમયથી હતો જ્યારે રિશી ગંગા પાવર પ્રોજેક્ટ શરૂ થયો હતો. આ પાવર પ્રોજેક્ટ રૈણી ગામમાં આવેલો છે. મગજ પર થોડો ભાર આપીએ તો રૈણી ગામનું નામ સાંભળતા જ ગૌરા દેવીની યાદ આવે છે. એ જ ગૌરા દેવી છે જેઓને ચિપકો આંદોલનના પ્રણેતા તરીકે સૌ કોઈ ઓળખે છે.ઉલ્લેખનીય છે કે વર્ષ 2019ના મે મહિનામાં ઉત્તરાખંડ હાઈકોર્ટમાં ઋષિગંગા પાવર પ્રોજેક્ટ વિરુદ્ધ રૈણી ગામના લોકો પહોંચ્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે ઋષિગંગા પાવર પ્રોજેક્ટની કંપની ગ્રામીણોને કરેલા પોતાના વચનોથી ફરી ગઈ છે અને સાથે સાથે કંપનીના લાભ માટે પર્યાવરણ સાથે મોટા પાયે રમત કરી રહી હોવાના અહેવાલો મીડિયામાં અવારનવાર ચમકતા આવ્યા હતા ત્યારે હવે આ પ્રોજેક્ટ ભયંકર તબાહીની જપેટે ચડી ગયો છે.

Image result for image of rishiganga power project

Covid-19 / બ્રિટનમાં આવતા તમામ મુસાફરોએ ચાર કોરોના ટેસ્ટ ફરજીયાત કરાવવા પડશે, એક ટેસ્ટની કિંમત છે….

તેઓએ આરોપ લગાવ્યો હતો કે કંપની પર્યાવરણ માપદંડોને બાજુમાં ધકેલીને નદી તટ પર વિસ્ફોટકોથી પથ્થર તોડી રહી છે. આ સાથે જ આંદોલનના પ્રણેતા ગૌરાદેવી તથા સાથીઓના જંગલમાં પ્રવેશ કરવા માટે બનાવવામાં આવેલા ઐતિહાસિક માર્ગને પણ બંધ કરી દીધો છે. ત્યારે આ અરજી પર કડકાઈ દર્શાવતા હાઈકોર્ટે તેને કંપની તરફથી કરાયેલી અંધરગર્દી ગણાવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ કોર્ટે આ મામલે કેન્દ્ર તથા રાજ્ય સરકારને જવાબ દાખલ કરવાના નિર્દેશ આપ્યા હતા. હવે આ પ્રોજેક્ટ પર કુદરત કોપાયમાન થઈ હોય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…