ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં જગ્યા મેળવવા માટેનો જંગ શરૂ થઈ ગયો છે. ચેન્નઈનાં એમ.એ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે બંને ટીમો વચ્ચે ચાર મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ રમાઈ રહી છે.
આજે મેચનો ત્રીજો દિવસ છે. ભારતીય ટીમનો પ્રથમ ઇનિગ્સ આ સમયે પણ ચાલુ છે. આ અગાઉ કેપ્ટન જો રૂટની રેકોર્ડ બેવડી સદી બાદ ઇંગ્લેન્ડે પ્રથમ ઇનિંગ્સમાં ડોમિનિક સિબ્લી અને બેન સ્ટોક્સની હાફ સેન્ચ્યુરીનાં દમ પર 578 રન બનાવ્યા હતા. ભારત તરફથી જસપ્રિત બુમરાહ અને ઓફ સ્પિનર આર અશ્વિને ત્રણ-ત્રણ, જ્યારે ઇશાંત શર્મા અને શાહબાઝ નદીમે બે-બે વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયાની પ્રથમ ઇનિંગમાં સારી શરૂઆત થઈ નથી અને 200 રન સુધી પહોંચવામાં ટીમે પાંચ વિકેટ ગુમાવી દીધી છે. જો કે, ઋષભ પંત ભારત માટે ઘણી સારી બેટિંગ કરી હતી જો કે તે સદી ફટકારવામાં સફળ રહ્યો નહતો. તે 91 રનને સ્કોર પર આઉટ થઇ ગયો હતો.
જણાવી દઇએ કે, જ્યારે એવું લાગ્યું કે ઋષભ પંત ઇંગ્લેન્ડ વિરુદ્ધ તેની બીજી સદી ફટકારશે, ત્યારે જ તે આઉટ થઇ ગયો હતો. જેના કારણે તેના ફેન ખૂબ જ દુઃખી થયા હતા. જણાવી દઇએ કે, ઋષભે 88 બોલમાં 9 ચોક્કા અને 5 છક્કાની મદદથી 91 રન બનાવ્યા હતા. અને જ્યારે તે સદીથી થોડા રન જ દૂર હતો, ત્યારે પણ તેણે પોતાની બેટિંગ શૈલીમાં જ રમવાનું ચાલુ રાખ્યુ હતુ, જેના પરિણામ રૂપે તે આઉટ થઇ ગયો હતો. આ પહેલા સપ્ટેમ્બર 2018 માં પંતે ઈંગ્લેન્ડ સામે ઓવલમાં 114 અને ત્યારબાદ જાન્યુઆરી 2019 માં ઓસ્ટ્રેલિયા સામે અણનમ 159 રન બનાવ્યા હતા. આ બે સદીનાં કારણે, ઋષભ પંતને આ પહેલાની ઘણી નિષ્ફળતા હોવા બાદ પણ ટીમ મેનેજમેન્ટે ટીમમાં જાળવી રાખ્યો છે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…