Not Set/ Asian Games 2018 : શાર્દુલ વિહાને ટ્રેપ ઇવેન્ટમાં જીત્યો સિલ્વર મેડલ

જકાર્તા, ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સમાં ગુરુવારે ભારતના ખાતામાં વધુ ૧ મેડલનો વધારો થયો છે. ભારતની મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈનાએ બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. મહિલા ટેનિસના સિંગલ મુકાબલાની સેમીફાઈનલમાં રૈનાનો ચીનની ખેલાડી સામે હારનો સામનો કરવો પડ્યો છે. Congratulations Ankita Raina for the Bronze medal , our first in Tennis in #AsianGames2018⁠ ⁠ […]

Sports
DlRkiQNW4AI1pTG Asian Games 2018 : શાર્દુલ વિહાને ટ્રેપ ઇવેન્ટમાં જીત્યો સિલ્વર મેડલ

જકાર્તા,

ઇન્ડોનેશિયામાં રમાઈ રહેલા ૧૮માં એશિયન ગેમ્સમાં ગુરુવારે ભારતના ખાતામાં વધુ ૧ મેડલનો વધારો થયો છે. ભારતની મહિલા ટેનિસ ખેલાડી અંકિતા રૈનાબ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો છે. મહિલા ટેનિસના સિંગલ મુકાબલાની સેમીફાઈનલમાં રૈનાનો ચીનની ખેલાડી સામે હારનો સામનો કરવો પડ્યો છે.

આ ઉપરાંત ટ્રેપ ઇવેન્ટમાં શાર્દુલ વિહાને મેન્સ ડબલ્સ ટ્રેપ ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો છે.

ગુરુવારે ટેનિસના સિંગલ મુકાબલાની સેમીફાઈનલમાં ચીનની ખેલાડી શુઆઈ જૈંગે ભારતની અંકિતા રૈનાને ૬-૪, ૭-૬થી હરાવી હતી.

જયારે ટેનિસના મેન્સ મિક્સના સેમીફાઈનલ મુકાબલામાં ભારતના રોહન બોપન્ના અને દિવિ શરણની જોડીએ ત્રણ સેતોના મુકાબલામાં ૬-૪, ૬-૩, ૧૦-૮ થી જાપાનની જોડીને હરાવી ફાઈનલમાં જગ્યા બનાવી છે.

આ મેડલ સાથે એશિયન ગેમ્સમાં અત્યારસુધીમાં ભારતે પોતાના ખાતામાં કુલ ૧૭ મેડલ મેળવ્યા છે, જેમાં ૪ ગોલ્ડ, ૪ સિલ્વર અને ૯ બ્રોન્ઝ મેડલ સાથે પોઈન્ટ ટેબલમાં ૯માં સ્થાન પર છે.

બીજી બાજુ તીરંદાજીના મહિલા સિંગલ મુકાબલામાં ભારતની દીપિકા કુમારી ચીની તાઇપેની ચેઈન યીંગ લી સામે ૩-૭થી હારીને બહાર થઇ ગઈ છે.

આ પહેલા એશિયન ગેમ્સના ચોથા દિવસે બુધવારે ભારતીય હોકી ટીમે હોંગકોંગની ટીમને ૨૬-૦ થી ધૂળ ચટાડી દીધી હતી અને ૮૬ વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો, આ ઉપરાંત શૂટિંગ ઇવેન્ટમાંભારતીય ખેલાડી રાહી સરનોબતે ગોલ્ડ મેડલ જીત્યો હતો.