Not Set/ યોગ્ય નામ આપો, ઇનામ જીતો : મોદી સરકાર લાવી રહી છે નવી યોજના

મોદી સરકાર સતત કેશલેસ લેણ -દેણ વધારવાના કામમાં લાગેલી છે. આ માટે યુપીઆઈ એપનું અપગ્રેડેડ વર્ઝન પણ લાવી દીધું છે. હવે કેન્દ્ર સરકાર જીએસટી જેવું વન નેશન વન કાર્ડ ની વ્યવસ્થા લાવવાની તૈયારી કરી રહી છે. નેશનલ કોમન મોબિલિટી કાર્ડ(NCMC) એક એવું કાર્ડ હશે, જેના દ્વારા આપ પૈસાની લેણ-દેણ સાથે જોડાયેલા કામ સરળતાથી કરી શકશો. આ […]

Top Stories India
dc Cover 652ovhkibhg82kh6on274ihkn1 20180303163645.Medi 1 યોગ્ય નામ આપો, ઇનામ જીતો : મોદી સરકાર લાવી રહી છે નવી યોજના

મોદી સરકાર સતત કેશલેસ લેણ -દેણ વધારવાના કામમાં લાગેલી છે. આ માટે યુપીઆઈ એપનું અપગ્રેડેડ વર્ઝન પણ લાવી દીધું છે. હવે કેન્દ્ર સરકાર જીએસટી જેવું વન નેશન વન કાર્ડ ની વ્યવસ્થા લાવવાની તૈયારી કરી રહી છે.

નેશનલ કોમન મોબિલિટી કાર્ડ(NCMC) એક એવું કાર્ડ હશે, જેના દ્વારા આપ પૈસાની લેણ-દેણ સાથે જોડાયેલા કામ સરળતાથી કરી શકશો. આ કાર્ડ દ્વારા આપ બસનું ભાડું ભરવાથી લઈને રેશન ખરીદવા સુધીના ઘણા કામ કરી શકો છો.

આ કાર્ડ આપને ઘરે બેઠા 10 હજાર રૂપિયા કમાવવાનો મોકો આપી રહ્યું છે. હકીકતમાં મોદી સરકાર આ કાર્ડને કોઈ સરળ નામકરણ કરવા માંગે છે. આ માટે એમણે સામાન્ય લોકો પાસેથી સુઝાવ મંગાવ્યા છે.

mygov 153477820451553221 યોગ્ય નામ આપો, ઇનામ જીતો : મોદી સરકાર લાવી રહી છે નવી યોજના

આપ પણ કોઈ નામ આપી શકો છો. જો આપનું નામ પસંદ કરવામાં આવે છે, તો મોદી સરકાર આપને 10 હજાર રૂપિયા રોકડા ઇનામ રૂપે આપશે.

આમાં આપની એન્ટ્રી મોકલવા માટે આપની પાસે 27 ઓગસ્ટ સુધીનો સમય છે. નામ તૈયાર કરતા સમયે આપે ફક્ત એટલું ધ્યાન રાખવાનું છે કે જે નામ આપે આપ્યું છે, તે ઓરિજિનલ હોય. કોઈ પણ કોપીરાઈટ એક્ટનું ઉલ્લંઘન ના કરતુ હોય.

પોતાન એન્ટ્રી મોકલવા માટે આપે https://www.mygov.in પર જવું પડશે. અહીં એન્ટ્રી મોકલવી પડશે. જે એન્ટ્રી સૌથી સારી હશે, એને 10 હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.

આ વિષે વધારે જાણકારી માટે તમે અહીં ક્લીક કરી શકો છો. મોદી સરકારની આ સ્કીમમાં તમે નામ સુઝાવીને ઇનામ જીતી શકો છો.