Unseasonal rain/ ગુજરાત માટે માર્ચ મહિનો છે આંધીતૂફાનથી ભરેલો

ગુજરાતીઓ માટે માર્ચ મહિનો આંધીતૂફાનથી ભરેલો છે. માર્ચ મહિનાનો પ્રારંભ જ માવઠાથી થયો છે. હવે આ આખો મહિનો ગુજરાતીઓએ બેવડી સીઝનનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 03 06T104234.516 ગુજરાત માટે માર્ચ મહિનો છે આંધીતૂફાનથી ભરેલો

અમદાવાદઃ ગુજરાતીઓ માટે માર્ચ મહિનો આંધીતૂફાનથી ભરેલો છે. માર્ચ મહિનાનો પ્રારંભ જ માવઠાથી થયો છે. હવે આ આખો મહિનો ગુજરાતીઓએ બેવડી સીઝનનો સામનો કરવા તૈયાર રહેવું પડશે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં દસમી માર્ચથી ગરમી વધશે, પરંતુ તેની સાથે-સાથે ઠંડી પણ જળવાઈ રહેશે. મધ્ય ગુજરાતમાં 40 ડિગ્રી સુધી ગરમી રહેશે અને 20 માર્ચ પછી ગરમીનો પારો ઉચકાશે.

આ ઉપરાંત માવઠું ગુજરાતનો પીછો છોડવાનું નથી,10થી 12 માર્ચ દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. કમોસમી વરસાદ પછી ઠંડા અને સૂસવાટા મારતા પવનો વાશે. તેના પગલે મધ્ય ગુજરાત અને કચ્છમાં પ્રતિ કિ.મી. 20 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. વાહનચાલકોએ વિશેષ સાવધાની દાખવવી પડશે. કમોસમી વરસાદના લીધે 11થી 15 માર્ચ દરમિયાન ગુજરાતના અનેક જિલ્લા પ્રભાવિત થશે. ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડી શકે છે. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતમાં દાહોદ અને પંચમહાલ જેવા વિસ્તારો પણ કમોસમી વરસાદથી પ્રભાવિત થઈ શકે છે.

રાજ્યમાં શરૂ થયેલી ઠંડી મંગળવારે પણ જારી રહી હતી. મંગળવારે નલિયાનું લઘુતમ તાપમાન 7.4 ડિગ્રી પર પહોંચતા લોકોએ કાતિલ ઠંડીનો અહેસાસ કર્યો હતો. રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ઠંડીનો રાઉન્ડ શરૂ થયો હોય તેમ લઘુતમ-મહત્તમ તાપમાન ઘટી રહ્યાં છે. મંગળવારે  પણ રાજ્યના વિવિધ શહેરના લઘુતમ તાપમાન 17 ડિગ્રીની નીચે રહ્યું, જ્યારે મહત્તમ તાપમાન 30 ડિગ્રીની નીચે રહેતા ઠંડકનો અહેસાસ થયો હતો. ખાસ કરી વહેલી પરોઢે અને મોડી રાત્રે કાતિલ ઠંડી વર્તાઇ રહી છે.

માર્ચ મહિના દરમિયાન પવન ફૂંકાતા રહેશે. ફાગણ ચૈત્ર અને વૈશાખ પવનની ગતિના રહેશે. આંધી-વંટોળ પવનના સૂસવાટા સાથે સાથે કમોસમી વરસાદ, કરા પડવા વગેરે સ્થિતિ રહી શકે છે. બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે તેવી પણ સંભાવના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ