આપઘાત/ વડોદરામાં સ્ટડી રૂમમાં બે જોડિયા ભાઈઓએ કર્યો આપઘાત, એકનું મોત

ન્યૂ અલકાપુરીના શાંતન એપાર્ટમેન્ટમાં બંને ભાઈઓએ ગળેફાંસો લગાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં એક ભાઈનું મોત નિપજ્યું હતું.

Gujarat Vadodara
આપઘાત
  •  જોડિયા ભાઈઓએ કર્યો આપઘાત નો પ્રયાસ
  • વડોદરામાં જોડીયા ભાઇઓએ કર્યો આપઘાત
  • એક ભાઇનું મોત, એકની હાલત ગંભીર
  • ન્યુ અલકાપુરીના શાંતન એપા.ની ઘટના
  • ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતા હતા ભાઇઓ
  • બે દિવસ બાદ યોજાવાની હતી પરીક્ષા
  • પોતાના ઘરે પંખે ગળે ફાંસો ખાધો
  • પરીક્ષાના ડરે આપઘાત કર્યાનું પોલીસનું અનુમાન
  • જોડિયા ભાઈઓના માતા પિતા છે શિક્ષક શિક્ષિકા

વડોદરામાં જોડિયા ભાઈઓએ આપઘાત નો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. ન્યૂ અલકાપુરીના શાંતન એપાર્ટમેન્ટમાં બંને ભાઈઓએ ગળેફાંસો લગાવી આપઘાત નો પ્રયાસ કર્યો હતો. જેમાં એક ભાઈનું મોત નિપજ્યું હતું. તો અન્ય એક ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. ધો-12 સાયન્સમાં અભ્યાસ કરતાં બંને ભાઈઓએ શાળામાં નીટની પરીક્ષા આપ્યા બાદ ઘરે આવી આ પગલું ભર્યું હતું. આ બાબતે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : વાઇબ્રન્ટ ગુજરાત – 2022ને લઈ સરકાર થઈ સક્રિય, દુનિયાના 9 દેશો કન્ટ્રી પાર્ટનર બનવા માટે થયા તૈયાર

મળતી માહિતી અનુસાર, વડોદરામાં ન્યુ અલકાપુરી વિસ્તારમાં આવેલ શાંતનું એપાર્ટમેન્ટમાં પરિવાર સાથે બંને જોડિયા ભાઈઓ રહે છે. બંને જોડિયા ભાઈઓ હાલ ધોરણ 12 સાયન્સમાં ભણતાં હતાં. બે દિવસ બાદ બંનેની પરીક્ષા હતી. જેના કારણે પોતાના ઘરે ગઈ કાલે સાંજે સ્ટડી રૂમમાં એક જ પંખે એક સાથે ગળેફાંસો ખાધો હતો. પરીક્ષાના ડરના કારણે ભાઈઓએ આપઘાત કર્યાનું પોલીસનું અનુમાન છે. બંને જોડિયા ભાઈઓના માતા-પિતા શિક્ષક શિક્ષિકા છે.

આ પણ વાંચો :ભુલવણ ગામે ધાર્મિક પ્રસંગ માતમમાં ફેરવાયો, જમણવાર બાદ 5 લોકોના થયા મોત

નોંધનીય છે કે વડોદરામાં બે જોડિયા ભાઈઓએ ગળેફાંસો ખાતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ગળે ફાંસો ખાતા એક ભાઈનું મોત નીપજ્યું, બીજા ભાઈની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

બનાવ અંગેની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરતા પરીક્ષાના ડરે આપઘાત કરી લીધું હોવાનું સામે આવ્યું છે. બાળકોના માતા-પિતા શિક્ષક હોવાનું ખુલ્યું છે. જો કે, સમગ્ર મામલે લક્ષ્મીપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :ભાવનગરમાં ભાદેવાની શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી, એકનું મોત

આ પણ વાંચો :ધ્રાંગધ્રાનાં પૂર્વ MLA અને પુર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજાના પત્નીનું નિધન

આ પણ વાંચો :રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, આગામી દિવસોમાં હજુ વધશે ઠંડીનું જોર