ધ્રાંગધ્રા વિધાનસભા બેઠકના પૂર્વ ધારાસભ્ય અને પુર્વ કેબિનેટ મંત્રી આઇ.કે.જાડેજાના પત્નીનું સોમવારે મોડી સાંજે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ ખાતે નિધન હતું. આ સમાચારસાંભળી ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે શોક વ્યકત કર્યો હતો. ભિક્ષાબા ઈન્દ્રવિજયસિંહ જાડેજા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.
આ પણ વાંચો :ધર્મ પરિવર્તન મામલે મધર ટેરેસા મિશનરી ઓફ ચેરીટેબલ સામે આરોપ, ફરિયાદ દાખલ
આપને જણાવી દઈએ કે, આઇ.કે.જાડેજાના પત્ની ભિક્ષાબા અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં દાખલ હતા, જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. હવે આજે તેમના મૂળ વતન ધ્રાંગધ્રાના વિરાણીપા ખાતે આજે અંતિમ વિધિ થશે. હાલ જાડેજા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
આ પણ વાંચો : ગૌણ સેવા ભરતી પરીક્ષાના પેપર આટલા લાખમાં વેચાયા : યુવરાજસિંહ જાડેજાનો આરોપ
ભિક્ષાબાના અવસાનથી જાડેજા પરિવાર શોકમગ્ન થયો છે. સી.આર.પાટીલે ઉંડા શોકની લાગણી વ્યક્ત કરતા શોક સંદેશ પાઠવીને જણાવ્યું હતું કે ઇશ્વર એમના દિવંગત આત્માને સદગતી આપે અને પરિવારના સભ્યો પર અચાનક આવેલા દુ:ખને સહન કરવાની શક્તિ અર્પે તે માટે ઇશ્વરને પ્રાર્થના કરી.
આ પણ વાંચો :દેવગઢબારિયામાં સામાજિક પ્રસંગમાં જમણવાર બાદ 5 લોકોના મોત
આ પણ વાંચો : ગુજરાત સરકારે સત્તાવાર રીતે સ્વીકાર્યું, કોરોનાથી 10 હજારથી વધુના મોત..!!
આ પણ વાંચો :બજરંગ દળના કાર્યકરોએ રેસ્ટોરન્ટમાં ‘પાકિસ્તાની ફૂડ ફેસ્ટિવલ’ના બેનર સળગાવ્યા
