Surat News/ સગીરાએ રડતા રડતા મિત્રના પિતાના કરતૂત અંગે જાણ કરતા માતા ચોંકી ઉઠી

આ સમગ્ર ઘટનામાં પોલીસે આરોપી સંજય ઘડુકની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો

Top Stories Gujarat Surat

Surat News : સુરતના પુણાગામમાં પુત્રની સાથે અભ્યાસ કરતી સગીરાની સાથે મિત્રના પિતાએ જ બળજબરીથી શરીરસંબંધ બાંધતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. આ સગીરા અને તેના યુવક મિત્રની વચ્ચે મિત્રતાના કારણે ઘરમાં ઝઘડા થયા બાદ બંને એકબીજાને મળતા હોવાથી આ સમગ્ર ઘટના બહાર આવી હતી. આ સમગ્ર ઘટનામાં પોલીસે આરોપી સંજય ઘડુકની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.

મુળ અમરેલીના વતની અને સુરતમાં પુણાગામ વિસ્તારમાં રહેતી એક સગીરાનું પરિવાર લોકડાઉન બાદ પોતાનું મકાન ખરીદીને ત્યાં રહેતા હતા. તેઓ જયાં રહેતા હતા તે જ સોસાયટીમાં સંજય મનસુખભાઈ ધડુક નામનો પરિવારનો પણ રહેતો હતો. સંજયનો પુત્ર અને સગીરા એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા હોવાથી બંને સારા મિત્રો હતા અને એકબીજાના ઘરે આવ-જાવ કરતા હતા. બંને વચ્ચે મિત્રતા પણ ગાઢ થઈ ગઈ હતી. બંનેની હસી-મજાક જોઈને સંજયની પત્નીએ સગીરાની માતાને સાવચેત કરીને તેની પુત્રીને દૂર રહેવા જણાવ્યું હતું. જો કે, આ બંને મિત્રો એકબીજા સાથે ફરતા હતા અને વાત કરતા હોવાથી ઘરમાં ઝઘડાઓ થયા હતા.

થોડા સમય બાદ સંજયનો પરિવાર અલગ રહેવા જતો રહ્યો હતો. ત્યારબાદ સગીરાએ સંજયના પુત્રની સાથે વાત કરવાનું શરૂ રાખ્યું હતું. જેને લઈને સગીરાનું સ્કૂલે જવાનું પણ બંધ કરી દેવાયું હતું. તે સમય દરમિયાન સગીરાએ રડતા રડતા પોતાની માતાને કહ્યું હતું કે, થોડા દિવસો પહેલા તે સંજયના ઘરે રાત્રી રોકાણ કર્યું હતું ત્યારે સંજયે તેણીની સાથે બળજબરીથી શરીરસંબંધ બાંધ્યો હતો. આ વાત સાંભળીને સગીરાની માતા ચોંકી ઉઠી હતી અને તેઓએ પુણા પોલીસમાં સંજય ધડુકની સામે બળાત્કારની ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે સમગ્ર બનાવમાં નરાધમ સંજયની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:આવતીકાલે ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

આ પણ વાંચો:લેટ ફી સાથે ગુજકેટ અરજીની તારીખ લંબાવવામાં આવી…

આ પણ વાંચો:પરિવારના પાંચ સભ્યોના ગુમ થયાનો ભેદ અકબંધ, જામનગર પોલીસ શરૂ કરી શોધખોળ