Board Exam Result/ આવતીકાલે ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

બોર્ડની વેબસાઈટ પર બન્ને પરિણામો જોઈ શકાશે

Gujarat Top Stories Ahmedabad
Beginners guide to 2024 05 08T191231.890 આવતીકાલે ધો.12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ

Ahmedabad News : ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહનું પરિણામ આવતીકાલે જાહેર થશે. જેમાં વિજ્ઞાન પ્રવાહમાં કુલ 1,11,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જ્યારે સામાન્ય પ્રવાહમાં 3 લાખ 50 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. વિદ્યાર્થીઓને માર્કશીટ એક દિવસ બાદ મળશે.

સામાન્ય પ્વાહ અને વિજ્ઞાન પ્રવાહ આ બન્નેના પરિણામો  સવારે 9 વાગ્યે બોર્ડની વેબસાઈટ પર ઉપલબ્ધ રહેશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે માર્ચ 2024 માં યોજાયેલી ધો.12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ, GUJCET-2024  અને સંસ્કૃત માધ્યમનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર તા.9.5.2024 ના રોજ  સવારે 9 વાગ્યે જાહેર કરવામાં આવશે. આ સાથે ગુજકેટનું પરિણામ પણ જાહેર થશે.

વિદ્યાર્થીઓ તેમનું પરિણામ પરીક્ષાનો બેઠક નંબર (સીટ નંબર) એન્ટર કરીને મેળવી શકશે. વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર 6357300971 ઉપર પોતાનો બેઠક નંબર મોકલીને પરિણામ મોકલી શકશે.વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને S.R શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછી કરવામાં આવશે.

પરીક્ષા બાદ ગુણ ચકાસણી, દફતર ચકાસણી, નામ સુધારા, ગુણ-તૂટ અસ્વીકાર અને પરીક્ષામાં પુન: ઉપસ્થિત થવા માટેની જરૂરી સૂચનાઓ સાથેનો પરિપત્ર હવે પછી પ્રસિધ્ધ કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ગુજરાતમાં ફરીથી પોલીંગ બૂથ પર 100 ટકા મતદાન

આ પણ વાંચો: અમરેલીમાં ફરજ પર હાજર ચૂંટણી કર્મચારીનું હાર્ટએટેકથી નિધન

આ પણ વાંચો: કલ, આજ ઔર ‘કલ’નું એક સાથે મતદાન