Surat News/ સુરતમાં 65 લાખની જમીન છેતરપિંડીનો પર્દાફાશ, બોગસ પાવર ઓફ એટર્ની બનાવી પ્લોટ વેચનાર બે આરોપી ઝડપાયા

સુરતના પાંડેસરામાં બોગસ પાવર ઓફ એટર્ની બનાવી 65 લાખની જમીન છેતરપિંડી (Surat Land Fraud Case) કરવાના કેસમાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી. 7 આરોપીઓ સામે ગુનો નોંધાયો, ફરાર આરોપીઓની શોધખોળ ચાલુ.

Top Stories Gujarat Surat Breaking News
Surat Land Fraud Case: નકલી દસ્તાવેજથી 65 લાખ પડાવનાર બે શખ્સોની ધરપકડ

Surat News: સુરત શહેરમાં જમીન-મકાનના વ્યવહારોમાં થતી છેતરપિંડી (Surat Land Fraud Case) સામે પોલીસે કાર્યવાહી તેજ કરી છે. પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બોગસ દસ્તાવેજોના આધારે 65 લાખ રૂપિયાની છેતરપિંડી (Surat Land Fraud Case) કરવાના કેસમાં પોલીસે બે મુખ્ય આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ બનાવટી પાવર ઓફ એટર્ની તૈયાર કરી પ્લોટનો ખોટો સોદો કર્યો હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે.

બોગસ પાવર ઓફ એટર્ની બનાવી બે પ્લોટનો સોદો કર્યો

પોલીસ ફરિયાદ મુજબ, વર્ષ 2021 દરમિયાન આરોપીઓએ કાવતરું રચીને સુરત ડિસ્ટ્રિક્ટ, સબ ડિસ્ટ્રિક્ટ સિટી વિસ્તારના મોજે વડોદ ગામ ખાતે આવેલી એશિયાડ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના પ્લોટ નંબર 01 અને 02 અંગે છેતરપિંડી (Surat Land Fraud Case) કરી હતી. આરોપીઓએ બંને પ્લોટ માટે ખોટી અને બનાવટી પાવર ઓફ એટર્ની તૈયાર કરી હતી. ત્યારબાદ આ દસ્તાવેજોના આધારે ફરિયાદી સાથે પ્લોટનો સોદો કરવામાં આવ્યો હતો.

65 લાખ રૂપિયા મેળવી જમીનનો કબજો ન આપ્યો

ફરિયાદી પાસેથી આરોપીઓએ પ્લોટના બદલામાં રૂ.65 લાખ રોકડા તેમજ ચેક મારફતે મેળવ્યા હતા. ત્યારબાદ સંયુક્ત રજિસ્ટર્ડ દસ્તાવેજ પણ કરી આપવામાં આવ્યો હતો. જોકે, દસ્તાવેજ થયા બાદ ફરિયાદીએ જ્યારે પ્લોટના અસલ કાગળો અને જમીન (Surat Land Fraud Case)નો કબજો માંગ્યો ત્યારે આરોપીઓએ અલગ અલગ બહાના બતાવવાનું શરૂ કર્યું હતું. શંકા જતા ફરિયાદીએ પોતાના નાણાં પરત માંગ્યા હતા, પરંતુ આરોપીઓએ પૈસા પરત આપવાનો ઇનકાર કરી દીધો હતો.

7 લોકો સામે નોંધાયો ગુનો

આ સમગ્ર મામલે પીડિતે પાંડેસરા પોલીસનો સંપર્ક કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી. પોલીસે 6 જુલાઈ 2026ના રોજ આરોપીઓ સામે IPCની કલમ 420, 465, 467, 468, 471, 34 અને 120(B) હેઠળ ગુનો નોંધ્યો હતો.

આ કેસમાં કુલ 7 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આરોપીઓમાં શિવમ રાજપૂત, સંદીપ મિશ્રા ,રાજ મિશ્રા ,મંગલાપ્રસાદ યાદવ, મિન્હાજુદ્દિન પટેલ ,જાવેદ પઠાણ અનેલાલમોહંમદ સિદ્દીકી નો સમાવેશ થાય છે.

Surat Land Fraud Caseમાં પકડાયેલા આરોપીઓમાં:

મંગલાપ્રસાદ શિરોમણી યાદવ (ઉંમર 39 વર્ષ)

વ્યવસાય: જમીન દલાલી

રહેવું: સાંઈધામ સોસાયટી, ગોડાદરા, સુરત

મૂળ વતન: જોનપુર, ઉત્તર પ્રદેશ

શિવમ ઉર્ફે રીંકુ સ્વતંત્રપ્રતાપ સિંહ (ઉંમર 41 વર્ષ)

વ્યવસાય: નોકરી

રહેવું: અપેક્ષાનગર, પાંડેસરા, સુરત

મૂળ વતન: પ્રતાપગઢ, ઉત્તર પ્રદેશ

મંગલ યાદવ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મંગલાપ્રસાદ યાદવ અગાઉ પણ અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે.તેની સામે સુરત શહેરના પૂણા, ગોડાદરા, લીંબાયત, પલસાણા અને ડિંડોલી પોલીસ સ્ટેશનમાં જમીન (Surat Land Fraud Case) પચાવી પાડવી, ઘરફોડ ચોરી, અપહરણ, લૂંટ અને કાવતરાં જેવા આશરે 6 ગુનાઓ નોંધાયેલા છે.

ફરાર આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ

હાલ પાંડેસરા પોલીસે ઝડપાયેલા બંને આરોપીઓના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ શરૂ કરી છે. સાથે જ આ કેસમાં સંડોવાયેલા અન્ય 5 ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.


આ પણ વાંચો:ગાંધીનગરમાં બોગસ દસ્તાવેજોને આધારે ખેડૂતની જમીન પચાવી પાડવાનું કાવતરૂ

આ પણ વાંચો:સુરત MLA પ્રવીણ ઘોઘારી વિરુદ્ધ વર્ષ 2017ના કેસમાં વધુ તપાસનો આદેશ જારી કરાયા!

આ પણ વાંચો:સુરતમાં જમીન પચાવી પાડવાના કેસમાં જાણીતા હીરા વેપારી વસંત ગજેરાનું આવ્યું નામ