- અમદાવાદીઓ હવે જાળવજો સતર્કતા
- નવા વેરિઅન્ટ સામે થઇ જજો સાવધાન
- અમદાવાદમાં કોરોના કેસમાં વધારો
- અમદાવાદમાં 24 કલાકમાં નવા 18 કેસ
- 15 દર્દી 24 કલાકમાં થયાં ડિસ્ચાર્જ
- 24 કલાકમાં 14,604 લોકોને અપાઇ રસી
- કોવિડ ગાઇડલાઇનનું પાલન ખુબ જરૂરી
સોમવારે બ્રિટેનમાં કોરોનાનાં નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી પ્રથમ મોત નોંધાયા બાદ સમગ્ર વિશ્વમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે. આ વચ્ચે ભારતની પણ ચિંતા વધે તે સ્વાભાવિક છે. દેશ પહેલા જ બીજી લહેરમાં ઘણુ ગુમાવી ચુક્યો છે ત્યારે જો હવે આ વેરિઅન્ટ વધુ ખતરનાક બન્યો તો સામાન્ય જન જીવન એકવાર ફરી થોભી જશે. ખાસ ગુજરાતમાં પણ આ અંગે લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.
આ પણ વાંચો – ઠંડીનો ચમકારો / રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો અહેસાસ, આગામી દિવસોમાં હજુ વધશે ઠંડીનું જોર
આપને જણાવી દઇએ કે, રાજ્યમાં ઓમિક્રોનનાં કેસમાં વધારો થઇ રહ્યો છે. ગઇ કાલે એટલે કે સોમવારે સુરતમાં વધુ એક ઓમિક્રોનનો કેસ નોંધાયો છે. જે બાદ આ વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 4 થઇ ગઇ છે. ત્યારે હવે ખાસ સતર્કતા રાખવાની જરૂર દેખાઇ રહી છે. રાજ્યમાં સૌથી વધુ સતર્કતા અમદાવાદીઓ રાખવાની છે. જો કે એવુ નથી કે અન્ય કોઇ શહેરોમાં સતર્કતા રાખવાની જરૂર નથી. પરંતુ અમદાવાદમાં ગીચતા અને આ પહેલા પણ બીજી લહેરમાં સૌ કોઇ જોઇ ચુક્યુ છે કે અમદાવાદ શહેરમાં કેવુ વાતાવરણ સર્જાયુ હતુ. કોરોનાનાં નવા વેરિઅન્ટ ઝડપથી ફેલાતો હોવાના કારણે સતર્કતા રાખવાની ખાસ જરૂર છે. વળી રાજ્યમાં દૈનિક કોરોનાનાં કેસમાં અમદાવાદમાં 18 નવા કેસ નોંધાયા છે. વળી 15 દર્દીઓને આ સમયગાળામાં ડિસ્ચાર્જ કરાયા છે. વળી આ દરમિયાન 14,604 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. સમજણ અને સતર્કતા આ બન્ને રાખવાથી આ નવા વેરિઅન્ટને આપણે હરાવવામાં સફળ બની શકીએ છીએ. ત્યારે હવે તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયુ છે અને લોકોને કોવિડ ગાઇડ લાઇનનું પાલન કરવાનું કહી રહ્યુ છે.
જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…
