Surat News/ સુરતના માંગરોળમાં યુવતી સાથે દુષ્કર્મના કેસમાં પોલીસે ગણતરીના કલાકોમાં ગુનેગાર ઝડપ્યો

સુરતના માંગરોળમાં યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ દુષ્કર્મ પાછું એક વખત નહીં અવારનવાર કરવામાં આવ્યું હતું. તેના પછી યુવતીએ કંટાળીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મનો કેસ નોંધાયાના ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી.

Gujarat Surat Breaking News

Surat News: સુરતના માંગરોળમાં યુવતી સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું. આ દુષ્કર્મ પાછું એક વખત નહીં અવારનવાર કરવામાં આવ્યું હતું. તેના પછી યુવતીએ કંટાળીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે દુષ્કર્મનો કેસ નોંધાયાના ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે આરોપી સલીમ ઐયુબની ધરપકડ કરી હતી. સલીમ ઐયુબ મલેકે યુવતીની એકલતાનો લાભ ઉઠાવીને દુષ્કર્મ આચર્યુ હતું.

સલીમ ઐયુબ મલેકે યુવતીને હત્યાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું. માંગરોળના કોસંબા પંથકમાં 18 વર્ષની યુવતી સાથે દુષ્કર્મનો કેસ હતો. પોલીસે ગણતરીના કલાકોમાં જ હવસખોર ઇસમની ધરપકડ કરી હતી. ભોગ બનનાર યુવતી આરોપીના ભાઈના ઘરે ઘરકામ કરવા આવતી હતી. આ સમયે એકલતાનો લાભ લઈને આરોપી તેને હત્યાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હતો. આરોપીએ યુવતી પર વારંવાર દુષ્કર્મ આચર્યુ હતું.

છેવટે યુવતીએ કંટાળી જઈને કોસંબા પોલીસને જાણ કરતા પોલીસે ઇસમ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. હવસખોરે જ્યારે પહેલી વખત યુવતી સાથે દુષ્કર્મ કર્યુ ત્યારે યુવતી સગીરવયની હતી, જેથી પોલીસે હવસખોર સામે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે.

આ પહેલા આવા બનાવમાં સુરતનાં લિંબાયતમાં 3 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી બાદમાં મોતને ઘટ ઉતારી દેનાર નરાધમને તેનાં દુષ્કૃત્યની સજા સેશન્સ કોર્ટ દ્વારા આપી દેવામા આવી હતી. કોર્ટે આ મામલે 9 મહિના અને 14 દિવસમાં જ કેસનો નીકાલ કરી સમાજમાં દાખલા રૂપ ઐતિહાસીક ચુકાદો આપવામા આવ્યો હતો. કોર્ટે આ અપરાધમાં નરપિશાચ આરોપીને ફાંસીની સજા સંભળાવી હતી.

સુરતની સેશન્સ કોર્ટે દ્વારા ઐતિહાસિક નિર્ણય આપવામા આવતા, દુષ્કર્મ અને હત્યાનાં આરોપી એવા અનિલ યાદવને ફાંસીની સજા સંભળાવી હતી. ગુનાને અંજામ આપી નરાધમ પોતાના વતન બિહાર ભાગી છુટ્યો હતો. પોલીસ દ્વારા આ ગુનાનાં આરોપીને શોધવામાં આકાશ-પાતાળ એક કરી આરોપીને બિહારથી ઝડપી લેવામા આવ્યો હતો. બહુ ચકચારી આ કેસમાં ગુજરાત સરકારે કેસ ઝડપી ચલાવવા તાકીદ પણ કરી હતી.

કોર્ટે 38 વિવિધ સાક્ષીઓ, મેડિકલ એવિડન્સીસ, FSLનાં રિપોર્ટ અને પુરાવવા, ઘટના સ્થળ પરથી મળેલા પુરાવા, આરોપીની કોલ ડિટેઇલ, CCTV ફૂટેજ વગેરે તમામ પાસા ધ્યામાં રાખી અપરાધિને આ રાર ઓફ ધ રેર કેસમાં ફાંસીની સજા સંભળાવી હતી.

ઉલ્લેખનીય છે કે આ કેસમાં આરોપી એ હાઈકોર્ટમાં રીટ કરી હતી. જેનો આજે ચુકાદો આવ્યો છે. 289 દિવસમાં આરોપી અનિલ યાદવ દોષિત જાહેર કરી કોર્ટ દ્વારા ફાંસી ની સજા કાયમ રાખવામાં આવી છે. નિર્ભયાકાંડ ના ચાર આરોપીઓ બાદ વધુ એક દુષ્કર્મના આરોપીને ફાંસીની સજા આપવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સુરત દુષ્કર્મ/ નરાધમ હતો ભાગવાની તૈયારીમાં, પોલીસે દબોચી લીધો

આ પણ વાંચો: સુરત દુષ્કર્મ/ આવો દેખાય છે આ નરાધમ…ઓળખી લો, સ્કેચ કરાયો જાહેર

આ પણ વાંચો: સુરત દુષ્કર્મ/ પોલીસ દ્વારા SITની રચના, નરાધમોની બાતમી આપનારને ઇનામ અપાશે