વેસ્ટ સેગ્રીગેશન અંગે નાગરિકોને સમજ આપવાની ટ્રીંગરીંગ ઇવેન્ટ બાદ સોમવારથી ગેટ ટુ ડમ્પ કચરાગાડીઓ અલગ પાડેલો સૂકો અને ભીનો કચરો લે છે, જોકે આના કારણે સમગ્ર શહેરમાંથી દૈનિક કચરાનું કલેકશન 30 ટકા ઘટ્યું છે.
તંત્ર દ્વારા ભીના કચરાને વિવિધ એજન્સીઓ દ્વારા પ્રોસેસ કરીને ખાતર તેમજ આરડીએફ બનાવાય છે તેવો દાવો કરાયો છે. આ પ્રોસેસિંગ હેઠળ દૈનિક 900થી 1000 ટન ભીના કચરાને ઉપયોગમાં લેવાઇ રહ્યો છે.
પિરાણા ડમ્પ સાઇટ પર દરરોજ 3700 મેટ્રિક ટન જેટલો કચરો ઠલવાય છે. આ કચરાને સૂકો અને ભીનો એમ અલગ કરીને છૂટો પાડવામાં આવે તો તેના યોગ્ય પ્રોસેસથી પિરાણા ડમ્પ સાઇટ પર કચરાનું ભારણ ઘટાડી શકાય.
ગેટ ટુ ડમ્પ પ્રોજેક્ટ હેઠળના આઠ રેફ્યૂઝ ટ્રાન્સફર સ્ટેશન (આરટીએસ) પર ઠલવાતા કચરાના દૈનિક જથ્થામાં વેસ્ટ સેગ્રીગેશન અમલવારી પછી 30 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.