લાંચ/ AMCના વોર્ડ ઇન્સપેકટર 40 હજારની લાંચ લેતા ઝડપાયા

ગુજરાતમાં ભષ્ટ્રાચારના કેસ ખુબ વધ્યા છે,તેને રોકવા માટે એસીબી અથાગ પ્રયત્ન કરીને ભષ્ટ્રાચારને નાબૂદ કરવા કામે લાગી છે

Top Stories Gujarat
1 9 AMCના વોર્ડ ઇન્સપેકટર 40 હજારની લાંચ લેતા ઝડપાયા

ગુજરાતમાં ભષ્ટ્રાચારના કેસ ખુબ વધ્યા છે,તેને રોકવા માટે એસીબી અથાગ પ્રયત્ન કરીને ભ્રષ્ટાચાર નાબૂદ કરવા કામે લાગી છે. અમદાવાદ કોર્પોરેશન કર્મચારી લાંચ લેતા ઝડપાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વોર્ડ ઇન્સ્પેકટર 40 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા છે.

ઉલ્લેખનીય છે કે  પૂર્વ ઝોનમાં ફરિયાદી ઇલેકટ્રીક પેનલ બનાવવાનો કામ કરે છે. તેઓ નિયમિત રીતે ટેક્ષ ભરે છે પરતું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પુર્વ ઝોન કચેરી થી રૂ-૮૯,૨૩૫/- વ્યવસાય વેરો ભરેલ નહી હોવા અંગેની નોટીસ પાઠવી હતી. આ અંગે ફરિયાદી કોર્પોરેશનમાં પુછપરછ માટે ઓફિસે ગયા હતા ત્યારે વોર્ડ ઇન્સપેકટર અરવિંદ સિંહને મળ્યા હતા  ત્યારે તેમણે નોટિસ નંબર કેન્સલ કરવાે પડશે તેવી વાત કરીને  વ્યવહાર પેટે 40 હજાર માંગ્યા હતા. આ અંગે ફરિયાદી સજાગતા દાખવી અને લાંચ ન આપવાનો નિર્ધાર કર્યો હતો. તેમણે એસીબીનો સંપર્ક કર્યો ,અંતે એસીબીના છટકામાં વોર્ડ ઇન્સપેકટરને રંગે હાથે લાંચ લેતા ઝડપી પાડ્યા હતા. એસીબી લાંચનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.