ગુજરાત/ કોરોનાના નવા વેરીએંટ ઓમિક્રોનની દહેશત વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022 યોજાશે ..?

દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિઅન્ટના પગલે કોરોના ફરી એકવાર સક્રિય થયો છે. જેને લઈને વિશ્વભરમાં દહેશત ફેલાઈ છે. બીજી બાજુ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ-2022ની તૈયારી પૂરજોશમાં થઇ રહી છે.

Top Stories Gujarat Others Trending
hajarigal 1 4 કોરોનાના નવા વેરીએંટ ઓમિક્રોનની દહેશત વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022 યોજાશે ..?

દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિઅન્ટના પગલે કોરોના ફરી એકવાર સક્રિય થયો છે. જેને લઈને વિશ્વભરમાં દહેશત ફેલાઈ છે. બીજી બાજુ ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ-2022ની તૈયારી પૂરજોશમાં થઇ રહી છે. ત્યારે વિશ્વભરમાંથી ઉદ્યોગપતિઓ સમિટમાં ભાગ લેશે.  ત્યારે આ વેરિઅન્ટ રાજ્યમાં પ્રવેશે નહીં તે માટે રાજ્ય સરકાર સતર્ક થઈ છે.

  • નવા વેરિઅન્ટ સામે રાજ્ય સરકાર સતર્ક
  • વિશ્વભરમાંથી ઉદ્યોગપતિઓ વાઈબ્રન્ટ
  • સમિટમાં આવનારા લોકો માટે પગલા
  • એરપોર્ટ પર પ્રવાસીઓ માટે રસીકરણનું આયોજન
  • કોરોના RTPCR ટેસ્ટીંગ કરવા આયોજન
  • સેનીટાઇઝેશન સહિત સંપૂર્ણ સ્વચ્છતા

vibrant કોરોનાના નવા વેરીએંટ ઓમિક્રોનની દહેશત વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022 યોજાશે ..?

કોરોના હજી રોકાવાનું નામ લેતો નથી. સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા વેરિઅન્ટના પગલે વિશ્વના અનેક દેશોએ એલર્ટ આપ્યું છે. અનેક દેશોએ તકેદારીના પગલાં પણ લીધા છે. દરમિયાન ગુજરાતમાં રાજ્ય સરકારે 10-મી-વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022નું આયોજન કરી દીધું છે. 10 થી 12 જાન્યુઆરી એટલે કે ત્રણ દિવસ માટે વાઈબ્રન્ટ ગુજરાત સમિટ યોજાશે. મહત્વનું છે કે રાજ્યમાં હાલ કોરોના નિયંત્રણમાં છે. પરિણામે વાઇબ્રન્ટ ગુજરાત-2022 માટે સરકાર અને વહીવટીતંત્રએ તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે. વાઈબ્રન્ટ સમિટને લઈ આફ્રિકન રાષ્ટ્રથી આવેલો વેરિઅન્ટ બી-1.1.529 નામનો કોરોનાનો વેરિઅન્ટ રાજ્યમાં પ્રવેશે નહીં તે માટે તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે. એરપોર્ટ પર પ્રવાસીઓ માટે RTPCR અને રસીકરણનું આયોજન કરાયું છે. સાથેજ SOPના ચુસ્ત પાલન સાથે એરપોર્ટ પર સેનીટાઇઝેશન સહિત સંપૂર્ણ સ્વચ્છતા ગોઠવાઈ છે.

vaibrant 2 કોરોનાના નવા વેરીએંટ ઓમિક્રોનની દહેશત વચ્ચે વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022 યોજાશે ..?

દેશ-વિદેશમાં પ્રવાસ કરીને વાઇબ્રન્ટ ગુજરાત-2022 સફળ બનાવવા સરકાર અને તંત્ર વ્યસ્ત બન્યા છે. અને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે વર્ચ્યુઅલ પ્લેટફોર્મનું આયોજન કરાયું છે. પરિણામે છેલ્લે વર્ષ-2017માં યોજાયેલા વાઇબ્રન્ટ પછી આ વર્ષે વાઇબ્રન્ટ ગુજરાત 2022 યોજાશે એ નિશ્ચિત છે.

  • કોરોનાના નવા વેરિઅન્ટનું આગમન
  • ભારત સહિત વિશ્વના અનેક દેશમાં એલર્ટ
  • ગુજરાતમાં વાઇબ્રન્ટની તડામાર તૈયારી
  • ઉચ્ચઅધિકારીઓ વિદેશ જવા રવાના
  • રોડ શો અને વન-ટુ-વન ઔદ્યોગિક પ્રતિનિધિ સાથે બેઠક
  • સરકારે પાણી પહેલાં પાળ બાંધી કર્યું આગોતરૂ આયોજન
  • કોરોના ગ્રહણના પગલે વર્ચ્યુઅલની તૈયારી

દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિઅન્ટના પગલે કોરોના ફરી એકવાર સક્રિય થયો છે. દરમિયાન ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ-2022ની તૈયારી પૂરજોશમાં થઇ રહી છે ત્યારે કોરોના વ્યાપક પ્રમાણમાં પ્રસરે નહીં તે હેતુ ગુજરાત સરકારે પાણી પહેલાં પાળ બાંધી વર્ચ્યુઅલ સમિટ યોજવા પણ તૈયારી કરી છે.

કોરોના હજી રોકાવાનું નામ લેતો નથી. સાઉથ આફ્રિકામાં કોરોનાના નવા વેરિઅન્ટના પગલે વિશ્વના અનેક દેશોએ એલર્ટ આપ્યું છે. અનેક દેશોએ તકેદારીના પગલાં પણી લીધા છે. દરમિયાન ગુજરાતમાં રાજ્યસરકારે 10-મી-વાઇબ્રન્ટ ગુજરાત સમિટ-2022નું આયોજન 10 થી 12 જાન્યુઆરી ત્રણ દિવસ માટે થયું છે. ગુજરાતમાં જોઇએ તો હાલ કોરોના નિયંત્રણમાં રહ્યો છે. પરિણામે વાઇબ્રન્ટ ગુજરાત-2022 માટે સરકાર અને વહીવટીતંત્રએ પ્રિ-વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટેની તૈયારીને આખરી ઓપ આપ્યો છે. દરમિયાન આફ્રિકન રાષ્ટ્રથી આવેલો  વેરિઅન્ટ  બી-1.1.529 નામનો કોરોના વાઇરલ ગુજરાતમાં પ્રવેશે નહીં તે માટે રાજ્યસરકાર સતર્ક બની છે તો વહીવટીતંત્રએ તકેદારીના ભાગરૂપે આગોતરૂં આયોજન કર્યું છે.

ઓમિક્રોન / હોંગકોંગના પુરાવા, ઓમિક્રોન સામે નવી રસી બનાવવી પડી શકે છે

સુરત / ડાયમંડ બુર્સની સાઇટ પર કન્સ્ટ્રક્શન રોપ વે તૂટતા એક શ્રમિકનું મોત

National / ઇમર્જન્સી બેઠકમાં PM મોદીની તાકીદ, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ શરૂ થવા અંગે પુનઃવિચાર જરૂરી