Stock Market/ શેરબજારમાં આજે સેન્સેક્સ 970 પોઈન્ટ અને નિફ્ટી 274 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

શેરબજાર (Stock market)માં આજે આઈટી શેરો ઉપરાંત મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ તેજી જોવા મળી.  બજાર થવાના સમયે મિડ કેપ અને સ્મોલ કેપ શેરો તેજી સાથે બંધ થયા છે.

Top Stories Business
YouTube Thumbnail 3 1 શેરબજારમાં આજે સેન્સેક્સ 970 પોઈન્ટ અને નિફ્ટી 274 પોઈન્ટના ઉછાળા સાથે બંધ

ભારતીય શેરબજાર (Stock market)માં છેલ્લા કેટલાક સમયથી તોફાની વધારો જોવા મળ્યો છે. આઈટી શેરોમાં જોરદાર ખરીદીને કારણે સેન્સેક્સમાં 1000 પોઈન્ટ અને નિફ્ટીમાં 300 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. સૌથી મોટા આઈટી ઈન્ડેક્સમાં આ જોવા મળ્યું છે. આજે બજાર બંધ સમયે BSE સેન્સેક્સ 970 પોઈન્ટના ઉછાળા સાથે 71,484 અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 274 પોઈન્ટના ઉછાળા સાથે 21,457 પોઈન્ટ પર બંધ રહ્યો હતો.

આજે ફરી આઈટી શેરોમાં ખરીદીના કારણે બજારમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1560 પોઈન્ટના ઉછાળા સાથે 35,782 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સમાં બે દિવસમાં 2500 પોઈન્ટનો વધારો થયો છે. આઈટી સિવાય બેંકિંગ, મેટલ્સ, એનર્જી, ઈન્ફ્રા, ઓઈલ એન્ડ ગેસ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટરના સ્ટોક્સ લીલા નિશાનમાં બંધ થયા છે. જ્યારે ઓટો, એફએમસીજી, રિયલ એસ્ટેટ, મીડિયા, હેલ્થકેર સેક્ટરના શેરો ઘટાડા સાથે બંધ થયા છે.

શેરબજાર (Stock market)માં આજે આઈટી શેરો ઉપરાંત મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ તેજી જોવા મળી.  બજાર થવાના સમયે મિડ કેપ અને સ્મોલ કેપ શેરો તેજી સાથે બંધ થયા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 39 વધ્યા અને 11 નુકસાન સાથે બંધ થયા. સેન્સેક્સના 30 શેરોમાંથી 22 શેરો ઉછાળા સાથે અને 8 નુકસાન સાથે બંધ થયા હતા. શેરબજારમાં અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં જોરદાર વધારો થયો છે. BSEનું માર્કેટ કેપ ઐતિહાસિક ઉચ્ચ સ્તરે બંધ થયું છે. રૂ. 2.72 લાખ કરોડના ઉછાળા સાથે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 357.84 લાખ કરોડ પર બંધ થયું હતું, જે છેલ્લા સત્રમાં રૂ. 355.12 લાખ કરોડ હતું.

યાદ રાખો કે  બજાર સતત બદલાતું રહે છે. આથી દરેક વેપારમાં વ્યક્તિએ પોતાના જોખમને અસરકારક રીતે મેનેજ કરવું જોઈએ, જે ઘણીવાર વેપારીઓ દ્વારા અવગણવામાં આવે છે. આથી બજારના વલણથી હંમેશા અપડેટ રહેશો તો જ નુકસાનીથી બચી શકશો.


આ પણ વાંચો :

આ પણ વાંચો :

આ પણ વાંચો :