Heart Attack Death/ હાર્ટ એટેકે લીધો વધુ એક જીવ, લાઈવ પરફોર્મન્સ દરમિયાન ગાયકનું મોત

હમણાં થોડા સમયથી હાર્ટ એટેકના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.હાલમાં જ બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા.

Top Stories Videos
YouTube Thumbnail 2023 12 15T012640.854 હાર્ટ એટેકે લીધો વધુ એક જીવ, લાઈવ પરફોર્મન્સ દરમિયાન ગાયકનું મોત

હમણાં થોડા સમયથી હાર્ટ એટેકના કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે.હાલમાં જ બોલિવૂડ એક્ટર શ્રેયસ તલપડેને હાર્ટ એટેક આવ્યો હોવાના સમાચાર સામે આવ્યા હતા. જે બાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જો કે હાલ તેમની તબિયત સ્થિર હોવાનું કહેવાય છે. પરંતુ આ દરમિયાન એક ગાયકના હાર્ટ એટેકના કારણે મોતના સમાચાર સામે આવ્યા છે, જેને બધાને ચોંકાવી દીધા છે. સ્ટેજ પર પરફોર્મ કરતી વખતે એક સિંગરનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ગાયક લાઈવ પરફોર્મ કરતી વખતે જમીન પર પડતા જોઈ શકાય છે.

વાસ્તવમાં, આ ઘટના બ્રાઝિલના ગોસ્પેલ સિંગર પેડ્રો હેનરિક સાથે બની હતી, જેનું અવસાન મિડ પરફોર્મન્સ થયું હતું. 30 વર્ષીય પેડ્રો બુધવારે બ્રાઝિલમાં એક કાર્યક્રમમાં પરફોર્મ કરી રહ્યો હતો અને ગાતી વખતે અચાનક તે જમીન પર પડી ગયો અને બેભાન થઈ ગયો. આ સમગ્ર ઘટના વીડિયોમાં કેદ થઈ ગઈ છે, જે હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે પેડ્રો કેવી રીતે જમીન પર લથડતો જોવા મળે છે.

કહેવામાં આવી રહ્યું છે કે સ્ટેજ પર પડ્યા બાદ પેડ્રો હેનરીકને તાત્કાલિક નજીકના ક્લિનિકમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ કમનસીબે ગાયકને બચાવી શકાયો ન હતો. 30 વર્ષીય પેડ્રો હેનરિક તેમના મૃત્યુ પછી તેમની પત્ની સુઇલાન બેરેટો અને તેમની પુત્રી ઝોને પાછળ છોડી ગયા. તમને જણાવી દઈએ કે પેડ્રો હેનરિકે ત્રણ વર્ષની ઉંમરથી ગાવાનું શરૂ કર્યું હતું. યુટ્યુબ પર ઘણા વીડિયો શેર કર્યા પછી 2015માં તેની પ્રોફેશનલ કરિયર શરૂ થઈ હતી. આ પછી તેને સ્થાનિક બેન્ડમાં ભાગ લીધો. 2019 સુધી બેન્ડ સાથે રહ્યા પછી, હેનરિકે એકલ કારકીર્દિની શરૂઆત કરી અને તેમાં તે ઘણો સફળ રહ્યો.


આ પણ વાંચો: 

આ પણ વાંચો: 

આ પણ વાંચો: