પંજાબ/ કાયદો અને વ્યવસ્થાને લઈને CM ભગવંત માનનું મોટું પગલું, એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની રચના થશે

ભગવંત માન સરકારે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે એક મોટું પગલું ભર્યું છે. તેમણે જાહેરાત કરી છે કે, રાજ્યમાં એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે.

Top Stories India
clipboard 2022 01 25t172549542 1074496 1643113263 કાયદો અને વ્યવસ્થાને લઈને CM ભગવંત માનનું મોટું પગલું, એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની રચના થશે

ભગવંત માન સરકારે પંજાબમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધારવા માટે એક મોટું પગલું ભર્યું છે. તેમણે જાહેરાત કરી છે કે, રાજ્યમાં એન્ટી ગેંગસ્ટર ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે. ADGP સ્તરના અધિકારીને આ ટાસ્ક ફોર્સની જવાબદારી સોંપવામાં આવશે. એક નિવેદન જાહેર કરીને પંજાબ સરકારે કહ્યું કે રાજ્યમાં સંગઠિત અપરાધને ખતમ કરવા પર ભાર મૂકવામાં આવશે.

સરકાર વતી કહેવામાં આવ્યું હતું કે, ‘રાજ્યમાં ખૂન અને સંગઠિત અપરાધ સામે સંપૂર્ણ સમર્પિત ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી રહી છે. તેનું નેતૃત્વ ADGP રેન્કના અધિકારી કરશે. પંજાબ સરકારે કહ્યું કે આ ટાસ્ક ફોર્સનું કાર્ય ગુપ્ત માહિતી એકત્રિત કરવાનું, ઓપરેશન હાથ ધરવાનું અને એફઆઈઆર નોંધવાનું, તપાસ કરવાનું અને મામલાને નિદાન સુધી લાવવાનું રહેશે.

આ ટાસ્ક ફોર્સ હેઠળ એક નવું પોલીસ સ્ટેશન બનાવવામાં આવશે જે આ ટાસ્ક ફોર્સના હેડક્વાર્ટર તરીકે કામ કરશે. આવા ગુનાઓ સામેની ઝુંબેશ અત્યાર સુધી વરિષ્ઠ પોલીસ અધિક્ષક અને પોલીસ કમિશનર દ્વારા ચલાવવામાં આવી છે. હવે પંજાબ સરકારે કહ્યું છે કે નવા ટાસ્ક ફોર્સને નવા સાધનો અને મેનપાવર પણ આપવામાં આવશે.

આ પણ વાંચો: સેનામાં ભરતીની માંગણી સાથે દિલ્હી સુધી દોડ્યો યુવક, 50 કલાકમાં પૂર્ણ કર્યો આટલો સફર  

આ પણ વાંચો:પેસેન્જર વ્હીકલ રીટેલ સેલ્સમાં પાંચ ટકાનો ઘટાડો : FADA

આ પણ વાંચો: ચાર પાકિસ્તાની ચેનલો સહિત 22 યુટ્યુબ ચેનલ બ્લોક, ભારત વિરુદ્ધ ફેલાવી રહી હતી ખોટી વાતો