Not Set/ બોલો, ખુદ પ્રિન્સિપાલ અને ફેકલ્ટીના ડીને જ વિદ્યાર્થીઓને બોગસ માર્કશીટ બનાવી આપી.

રાજકોટ, રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બોગસ માર્કશીટના મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. જોવાની વાત તો એ છે કે હોમિયોપેથી ફેકલ્ટીમાં થયેલાં આ કૌભાંડમાં ખુદ કોલેજોના આચાર્યોએ પણ વિદ્યાર્થીઓ સાથે મળીને આચર્યુ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ કૌભાંડના તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે, કે રાજકોટ અને અમરેલીની ત્રણ કોલેજોના ડીન અને 41 વિદ્યાર્થીઓ આ સ્કેમમાં સામેલ […]

Top Stories Gujarat
a1 બોલો, ખુદ પ્રિન્સિપાલ અને ફેકલ્ટીના ડીને જ વિદ્યાર્થીઓને બોગસ માર્કશીટ બનાવી આપી.

રાજકોટ,

રાજકોટ સ્થિત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બોગસ માર્કશીટના મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. જોવાની વાત તો એ છે કે હોમિયોપેથી ફેકલ્ટીમાં થયેલાં આ કૌભાંડમાં ખુદ કોલેજોના આચાર્યોએ પણ વિદ્યાર્થીઓ સાથે મળીને આચર્યુ હોવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ કૌભાંડના તપાસ રિપોર્ટમાં સામે આવ્યું છે, કે રાજકોટ અને અમરેલીની ત્રણ કોલેજોના ડીન અને 41 વિદ્યાર્થીઓ આ સ્કેમમાં સામેલ હતા.

આ કૌભાંડની તપાસ કરી રહેલ કમિટીના કો-ઓર્ડ઼િનેટર ડો.નેહલ શુક્લનું કહેવું છે કે બોગસ માર્કશીટ અને બીજા નકલી ડોક્યુમેન્ટના આધારે હોમિયોપેથી ડિપાર્ટમેન્ટના ડીન ડોક્ટર અમિતાભ જોશીએ વિદ્યાર્થીઓને 3.50 થી લઇને 7 લાખ રૂપિયા સુધી લઇને એડમીશન આપ્યા હતા.

આ સ્કેમમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સીનીયર સેકન્ડરી એક્ઝામમાં જે સ્ટુડન્ટ્સ એડમીશન લઇ શક્યા નહોતા તેમની પહેલા વર્ષની બોગસ માર્કશીટ બનાવીને એડમીશન આપવામાં આવ્યા હતા.પહેલા વર્ષની જે બોગસ માર્કશીટો બની હતી તે બીજી યુનિવર્સિટીમાંથી બનાવવામાં આવી હતી.

સમગ્ર મામલે હોમિયોપેથી ફેકલ્ટીના ડીન સામે પણ આંગળી ઉઠી રહી છે. આ ઉપરાંત ૪૧ વિદ્યાર્થીઓ અને ૩ આચર્યો સામે આક્ષેપ થયો છે. આ તમામે મળીને વિદ્યાર્થીઓને બોગસ ડોક્યુમેન્ટ બનાવી આપ્યા હોવાનો આક્ષેપ થયો છે. યુનિવર્સિટી સંલગ્ન રાજકોટની બીએચ ડાંગર કોલેજ અને બી જી ગરૈયા હોમિયોપેથી કોલેજ તથા અમરેલીની હોમિયોપેથી કોલેજના આચાર્યોની પણ આ સમગ્ર કૌભાંડમાં સંડોવણી સામે આવી રહી છે.  આમ તો વર્ષોથી રાજકોટ યુનિવર્સિટીમાં ડમી ડિગ્રીઓ બનાવવામાં આવતી હોવાના આક્ષેપ થતા હતા.જો કે, સત્તાવાર રીતે કૌભાંડ સામે આવ્યુ હોય તેવી આ પ્રથમ ઘટના છે.

આ મામલે યુનિવર્સિટી દ્રારા પોલિસ ફરિયાદ પણ દાખલ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

હોમિયોપેથી કોલેજ અને યુનિવર્સિટીના હોમિયોપેથિક વિભાગની મિલીભગતથી વિદ્યાર્થીઓને અભ્યાસ વિના જ ડમી ડિગ્રી આપવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. અત્યારે  આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે. આ સમગ્ર કૌભાંડના તાર ઉચ્ચ સ્તર સુધી પહોંચે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. જાકે આ કૌભાંડ સામે આવવાના કારણે શિક્ષણ જગત પર અને ગુજરાતના ઉચ્ચ શિક્ષણની વ્યવસ્થા પર સવાલ ઉઠવા લાગ્યા છે.