Not Set/ સોનમ કપૂર કરશે ટૂંકજ સમયમાં કરશે લગ્ન

મુંબઈ, અનુષ્કાશર્મા બાદ બોલીવુડમાં સોનમ કપૂર અને આનંદ અહુજાના લગ્ન ક્યાં અને ક્યારે થશે તેની ચર્ચાએ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે.મળતી માહિતી મુજબ લગ્નની તારીખ ૨૯ એપ્રિલ હતી જે બદલીને મે મહિનાના પહેલા વિકમાં રાખવામાં આવી છે.જાણવા મળ્યું છે કે આ પ્રસંગે સોનમ કપૂર ખુબજ ખુશખુશાલ છે અને તે ખુબજ એક્સાઈટેડ છે સ્પેશિઅલ પરફોર્મન્સ ડાન્સ […]

Entertainment
dc Cover 9gklvmfmub66u8rmauiupadh45 20180207172831.Medi સોનમ કપૂર કરશે ટૂંકજ સમયમાં કરશે લગ્ન

મુંબઈ,

અનુષ્કાશર્મા બાદ બોલીવુડમાં સોનમ કપૂર અને આનંદ અહુજાના લગ્ન ક્યાં અને ક્યારે થશે તેની ચર્ચાએ સોશિયલ મીડિયામાં જોર પકડ્યું છે.મળતી માહિતી મુજબ લગ્નની તારીખ ૨૯ એપ્રિલ હતી જે બદલીને મે મહિનાના પહેલા વિકમાં રાખવામાં આવી છે.જાણવા મળ્યું છે કે આ પ્રસંગે સોનમ કપૂર ખુબજ ખુશખુશાલ છે અને તે ખુબજ એક્સાઈટેડ છે સ્પેશિઅલ પરફોર્મન્સ ડાન્સ માટે.

સોનમ અને આનંદના લગ્ન અનુષ્કા શર્મા અને  વિરાટ કોહલીની જેમ ડેસ્ટીનેશન વેડિંગ હશે તેવી વાતોએ પણ જોર પકડ્યું હતું,બંને જણા ડેસ્ટીનેશન વેડિંગ માટે સ્વીઝરલેન્ડ જવાના હોવાની વાતો થઇ રહી હતી.ત્યાર પછી જાણવા મળ્યું કે સોનમ અને આનંદ ભારતમા જ લગ્ન કરશે અને મુંબઈ ખાતેની જુહુ કે બાંન્દ્રા ખાતેની કોઈ હોટેલમાં લગ્ન કરશે.આ પ્રસંગે બેશક અનેક બોલીવુડની હસ્તીઓ સહીત અનેક નામચીનો હાજર રહીને લગ્નની શોભામાં વધારો કરશે.

હાલમાં જાણવા મળ્યું છે કે સમગ્ર પરિવાર લગ્નની તૈયારીઓમાં લાગી ગયું છે. અનીલ કપૂર અને તેમના પત્ની સુનીતા પણ સ્પેશિઅલ પર્ફોમન્સ આપવાના છે. અને જુહુ સ્થિત બંગલામાં ડાન્સ પર્ફોમન્સના રીહર્સલ કરવામાં આવી રહ્યું છે.અને ડાન્સ માટે ફરાહ ખાન કોરીઓગ્રાફ કરી રહી છે.

ત્યારે હવે જોવાનું એ છે, કે સોનમ અને આનંદ ના લગ્ન કઈ તારીખે અને ક્યાં થશે.