Video/ રાખી સાવંતને રસ્તા વચ્ચે ડ્રામા કરવું પડ્યું ભારે, ટ્રાફિક પોલીસે કરી કાર્યવાહી

આ વીડિયોમાં રાખી સાવંત વ્યસ્ત રસ્તાની વચ્ચે પોતાની કાર પાર્ક કરતી જોવા મળે છે, કારમાંથી બહાર નીકળીને રસ્તાની બાજુમાં કંઈક ખરીદવા જતી હોય છે.

Entertainment
રાખી સાવંત

બોલિવૂડની ‘ડ્રામા ક્વીન’ અભિનેત્રી રાખી સાવંત ફરી એકવાર ચર્ચામાં છે. અભિનેત્રીએડ્રામા કરવું ભારે પડ્યું છે. હાલમાં જ રાખીએ જાહેર રસ્તા પર ડ્રામા કરવાનું શરુ કર્યું હતું. જેના કારણે રસ્તો બ્લોક થઈ ગયો હતો. આ પછી હવે ટ્રાફિક પોલીસે રાખી સામે કાર્યવાહી કરીને ચલણ કાપ્યું છે. રાખી સાવંતે જે કર્યું તે જોઈને લોકો તેના પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે રાખીએ તેની કારને રસ્તાની વચ્ચે રોકી હતી, ત્યારબાદ તેની પાછળ વાહનોની કતાર લાગી ગઈ હતી. રાખીના આ કૃત્યનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયોમાં રાખી સાવંત વ્યસ્ત રસ્તાની વચ્ચે પોતાની કાર પાર્ક કરતી જોવા મળે છે, કારમાંથી બહાર નીકળીને રસ્તાની બાજુમાં કંઈક ખરીદવા જતી હોય છે. આ બધુ કેમેરામાં કેદ થઈ ગયું છે. જ્યારે તે ફરીથી તેની કારની નજીક પહોંચે છે, ત્યારે તેની પાછળ ઓટો અને અન્ય વાહનોની લાંબી લાઇન જોવા મળી હતી. આમાં પણ રાખી કાર પાસે ઉભી રહે છે અને કહે છે, ‘હું જ્યાં ઉભી હોઉં ત્યાંથી લાઇન શરૂ થાય છે.’

Instagram will load in the frontend.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓશિવરા ટ્રાફિક પોલીસે રાખીની કાર પર ઈ-ચલણ જારી કર્યું છે, જેના કારણે અંધેરીમાં ટ્રાફિક જામ થઈ ગયો છે.એક્ટ્રેસ-મોડલ રાખી સાવંતે ટ્રાફિક જામના કારણે વ્યસ્ત રોડની વચ્ચે પોતાની કાર રોકી હતી.

આ પણ વાંચો:રાજકોટમાં જાહેરમાં દારૂની બોટલ સાથે ‘પીલે પીલે.. ઓ મેરે રાજા ગીત પર ઝૂમ્યા’ યુવાનો, જુઓ

આ પણ વાંચો:વલસાડમાં બર્થ ડે પાર્ટીમાં PSI, 3 કોન્સ્ટેબલ સહિત 19 લોકો દારૂની મહેફિલ માણતા ઝડપાયા

આ પણ વાંચો:સરકાર ‘મિશન મોડ’ પર, કાશ્મીરી પંડિતો માટે બનાવવામાં આવી રહ્યા છે આલીશાન આવાસો